ચીનની કંપનીઓને ઝટકો,ભારતમાં ચાઇનીઝ ઉત્પાદનો પર લાગશે પ્રતિબંધ,જાણો ક્યાં ઉપકરણોનો છે સમાવેશ

  • May 18, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતને મેક ઇન ઇન્ડિયા બનાવા માટે મોદી સરકારે ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.આ સાથે જ ચીનની કંપનીઓને ફરી એકવાર ઝટકો લાગવા જઈ રહ્યો છે.ત્યારે મોદી સરકારે ચાઇનીઝ મોબાઈલ અને લેપટોપ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો છે.


IT હાર્ડવેર સેગમેન્ટમાં PLI સ્કીમ દ્વારા મોદી સરકાર ચીનના વર્ચસ્વને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે.નિષ્ણાતોનું માનવું છે કે આ યોજનાથી ભારતને IT હાર્ડવેર સેગમેન્ટમાં મોટી સફળતા મળશે.સરકાર સ્માર્ટફોન, લેપટોપ અને તેનાથી સંબંધિત અન્ય ઉપકરણોને ભારતમાં જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.


PLI સ્કીમ યોજના હેઠળ સરકારે 17000 કરોડના પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે.આ યોજનાથી ભારતને IT હાર્ડવેર સેગમેન્ટમાં મોટી સફળતા મળશે.


ચાઇનીઝ ઉપકરણો જેવા કે સ્માર્ટફોન, લેપટોપ અને તેનાથી સંબંધિત અન્ય ઉપકરણો પર પ્રતીબંધ લગાવી આવા ઉપકરણો ભારતમાં બનાવી મેડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવશે. PLI સ્કીમ યોજના હેઠળ સરકાર ઉદ્યોગપતિઓને તમામ પ્રકારની સુવિધાઓ આપશે.જેથી તેઓ સરળતાથી ઉપકરણોનું ઉત્પાદન કરી શકે. અત્યાર સુધી ભારતમાં માત્ર એસેમ્બલિંગનું કામ થતું હતું.


આ યોજન હેઠળ કોઈપણ વ્યક્તિને ઉદ્યોગ સ્થાપવો હશે તો પણ તેમાં મદદરૂપ થશે. કંપનીઓના બિઝનેસ સેટઅપથી લઈને બાંધકામ પ્રક્રિયા સુધી PLI હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવશે.સરકાર ક્ષેત્રોમાં ઉત્પાદન લિંકને પ્રોત્સાહિત કરી રહી છે જેથી ભારત તે ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની શકે. જેમાં અમારે હજુ પણ બીજા કોઈ દેશ પર આધાર રાખવો પડે છે. આ અંતર્ગત સરકારે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, સ્ટીલ, ઓટો જેવા સેક્ટર માટે પણ અનેક જાહેરાતો કરી છે. હવે IT હાર્ડવેર સેક્ટર માટે કરવામાં આવેલી 17000 કરોડની જાહેરાત અનેક તબક્કામાં ઉપયોગમાં લેવાશે. આ રકમ 6 વર્ષમાં ખર્ચી શકાય છે.


ભારતમાં મોબાઈલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સની કિંમતોમાં પણ ઘટાડો થશે.સાથે જ રોજગારી આપવાનું પણ પ્રમાણ વધશે.અગાઉ સરકારે આઈટી હાર્ડવેર સેગમેન્ટમાં મળતી રકમમાં વધારો કર્યો છે. અગાઉ આ રકમ 7,350 કરોડ હતી. હવે તેને વધારીને 17000 કરોડ રૂપિયા કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી દેશમાં લગભગ 75,000 સીધી નોકરીઓનું સર્જન થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application