ચીનના સ્પાય બલૂનની સચ્ચાઈ આવી સામે, એરક્રાફ્ટના પાયલટે લીધેલી તસ્વીરો થઇ વાઇરલ

  • February 23, 2023 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાસૂસી બલૂનને લઈને અમેરિકા અને ચીન વચ્ચેનો વિવાદ હજુ પણ અકબંધ છે. આ દરમિયાન ચીન દ્વારા કરવામાં આવી રહેલી જાસૂસીનું સત્ય દુનિયાની સામે આવી ગયું છે. અમેરિકન પાયલોટે જાસૂસી બલૂન સાથે લીધેલી સેલ્ફીની તસવીર સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ તસવીર 3 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી, જ્યારે ચીની SPY બલૂન અમેરિકાના આકાશમાં ઉડી રહ્યું હતું.
​​​​​​​

અમેરિકન એરક્રાફ્ટના પાયલટે 60,000 ફૂટની ઉંચાઈ પર ચીનના જાસૂસી બલૂનને જોયો હતો અને પછી સેલ્ફી લીધી હતી. પેન્ટાગોને U2 જાસૂસી વિમાનના પાયલોટ દ્વારા લેવામાં આવેલી સેલ્ફી બહાર પાડી. આ મહિનાની શરૂઆતમાં સાઉથ કેરોલિનાના દરિયાકાંઠે યુએસ સૈન્ય દ્વારા તેને ઠાર કરવામાં આવે તે પહેલાં આ વિમાન ચીનના જાસૂસ બલૂનને ટ્રેક કરી રહ્યું હતું. તસવીરમાં જોઈ શકાય છે કે ફુગ્ગા સાથે કેટલીક પેનલ પણ તેમાં જોડાયેલી છે. ચીને તેને સિવિલ બલૂન ગણાવ્યું હતું.


અહેવાલ મુજબ, આ ફોટો ફ્લાઇટ ડેક પર એરમેન દ્વારા 3 ફેબ્રુઆરીએ લેવામાં આવ્યો હતો, જ્યારે બલૂન ખૂબ ઊંચાઈએ યુએસ એરસ્પેસમાં પ્રવેશ્યું હતું. જાસૂસી બલૂન મોન્ટાના પર જોવા મળ્યો હતો અને યુએસ સત્તાવાળાઓ દ્વારા ટ્રેક કરવામાં આવ્યો હતો. ત્યારપછી યુએસ એરફોર્સે એટલાન્ટિક મહાસાગર ઉપર એફ-22 ફાઈટર જેટ મિસાઈલ વડે તેને તોડી પાડ્યું હતું.


આ ચાઈનીઝ બલૂન લગભગ 60,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. રાષ્ટ્રપતિ જો બિડેન સહિત યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બલૂન તેમના દેશ વિશે ગુપ્ત માહિતી એકત્ર કરી રહ્યું હતું, જ્યારે ચીને કહ્યું હતું કે તે હવામાનનો બલૂન હતો જે યુએસ એરસ્પેસમાં ભટકી ગયો હતો. અમેરિકાએ 4 ફેબ્રુઆરીએ દક્ષિણ કેરોલિનાના દરિયાકાંઠે ચીનના જાસૂસી બલૂનને તોડી પાડ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application