એવા બાળકનો જન્મ થયો જેનો ચહેરો છે ભગવાન ગણેશ જેવો.. ડૉક્ટરે આપ્યું કારણ

  • August 02, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના દૌસા જિલ્લા હોસ્પિટલમાં ભગવાન ગણેશના આકારવાળા બાળકનો જન્મ થયો હતો. જ્યારે લોકોને ખબર પડી તો તેઓએ જોવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ લગભગ 15-20 મિનિટ પછી બાળકનું મોત થઈ ગયું. ડોક્ટર્સનું કહેવું છે કે જિનેટિક ડિસ્ટર્બન્સના કારણે આવા કિસ્સાઓ સામે આવે છે.


અલવરમાં રહેતી મહિલાને લેબર પેઈન બાદ દૌસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાએ રાત્રે 9:30 કલાકે બાળકને જન્મ આપ્યો હતો. આ દરમિયાન જિલ્લા હોસ્પિટલમાં ડિલિવરી કરાવનાર સ્ટાફે બાળકીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.રાજસ્થાનના દૌસા જિલ્લા હોસ્પિટલમાં 31મી જુલાઈની રાત્રે ભગવાન ગણેશના ચહેરાવાળા બાળકનો જન્મ થયો હતો. જ્યારે હોસ્પિટલ સ્ટાફે બાળકને જોયો તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે લોકોને ખબર પડી તો તેઓએ જોવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ લગભગ 20 મિનિટ પછી બાળકનું મોત થઈ ગયું.





બાળકની ભગવાન ગણેશ જેવી સુંઢ હતી બાજુમાં બે આંખો હતી. ગળામાં કાન હતા. હોસ્પિટલના ડોકટરો અને નર્સો પણ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. હોસ્પિટલમાં આ સમાચાર ફેલાતાં જ લોકોએ બાળકને જોવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ 15-20 મિનિટમાં જ બાળકનું મોત થઈ ગયું. જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર શિવરામ મીણાએ જણાવ્યું હતું કે જિનેટિક ડિસ્ટર્બન્સ સિવાય ક્યારેક ક્રોમોઝોમ્સમાં ગરબડના કારણે આવા બાળકો ગર્ભમાંથી જન્મે છે. તેમણે કહ્યું કે ગર્ભધારણ કર્યા પછી દરેક મહિલાએ સમયસર ચેકઅપ કરાવવું જોઈએ. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ પ્રસૂતિ પહેલાની તપાસ કરતી નથી.


ડો.શિવરામ મીણાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સગર્ભા મહિલાઓના આરોગ્યને લઈને અનેક સુવિધાઓ આપી છે. આ સુવિધાઓ આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડી કેન્દ્રો પર ઉપલબ્ધ છે. સગર્ભા સ્ત્રીઓએ આ યોજનાઓનો લાભ લેવો જોઈએ અને પોતાની અને તેમના બાળકોની કાળજી લેવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application