ઓ ભાઈ..! પહેલા મરઘી આવી કે ઈંડું..? વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો જવાબ

  • June 16, 2023 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે આપણા જીવનમાં ઓછામાં ઓછુ એક વાર તો પહેલા ઈંડું કે પહેલા મરઘી એવો પ્રશ્ન સાંભળ્યો જ હશે. લાંબા સમયથી આ પ્રશ્નને લઈને વિવિધ દાવા કરવામાં આવી રહ્યા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ આ કોયડો ઉકેલી લીધો છે. બ્રિસ્ટોલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે ઈંડું નહિ મરઘા- મરઘી જ પહેલા આવ્યા હતા.પહેલાની મરઘીની જાત ઈંડા નહિ બચ્ચાને જન્મ આપતા હતા.આથી એવું કહી શકાય કે ઈંડા પહેલા મરઘી આવી હતી.


બ્રિટનની બ્રિસ્ટોલ યુનિવર્સિટી અને ચીનની નાનજિંગ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે પૃથ્વી પર ઈંડું નહીં પરંતુ પ્રથમ મરઘા મરઘી આવ્યા હતા. આ વિચિત્ર દાવા અંગે વૈજ્ઞાનિકોએ ઘણા એવા તથ્યો પણ આપ્યા છે.વૈજ્ઞાનિકોએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે હજારો વર્ષ પહેલા મરઘીઓ હાલ જેવી મરઘીની જાત ન હતી. તે ઇંડાને નહિ પરંતુ બચ્ચાને જન્મ આપતી હતી. આ પછી તેમનામાં સતત ફેરફારો થયા અને મરઘી ઈંડા આપતી થઇ ગઈ.


આ ઉપરાંત ઈંડાં મૂકવાની ક્ષમતા સંપૂર્ણ બ્રૂડી મરઘી પ્રજાતિઓમાં પણ વિકસિત થઈ છે. સંશોધકોએ વધુમાં જણાવ્યું હતું કે બચ્ચાને જન્મ આપવાની ક્ષમતા જુદા જુદા એક્સટેડેડ એમ્બ્રાયો રેટેશનના કારણે હોય છે.ચકલી,મગર,કાચબાના મુકેલા અમુક ઈંડા જેમાં ભ્રુણ હોતા જ નથી. ઈંડા મુક્યા બાદ એમાં ભ્રુણ તૈયાર થાય છે.અમુક જીવ એવા હોય છે જે ભ્રુણ સાથે ઈંડા મુકતા હોય છે.ગરોળી, સાપ જેવા જીવો બચ્ચા અને ઈંડા બન્ને આપે છે.કારણકે તેમને હૈચીંગની જરૂર હોતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application