જામજોધપુર ગામ વિસ્તારમાં આવેલ દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

  • August 02, 2023 11:23 AM 

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એચ. ભાયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.  એસ.આર.રાઠોડના માર્ગદર્શન હેઠળ તેમજ જામજોધપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વૈસનાણીના મોનીટરીંગ માં જામજોધપુર ગામ વિસ્તારમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.


જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર ૬ કેસ કરવામાં આવેલ તેમજ  કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ  મુજબ ૧૪  કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ  ૧૧  કુલ ૩૧  કેસ કરેલ જેમાં રૂપિયા ૬૧૦૦ દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં જિલ્લા આઈ. ઈ. સી. ઓફિસર નીરજ ભાઇ મોદી, તાલુકા સુપર વાઈઝર ડિ.બી.અપારનાથી, જિલ્લા કાઉન્સેલર નઝમાબેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તેમજ જામજોધપુર પોલીસ સ્ટેશનમાંથી પો. કો.  વિમલભાઈ વરુ, કુણાલભાઈ હાલા હાજર રહેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application