PGVCLનું ચેકીંગ : વહેલી સવારથી રાજકોટના આ વિસ્તારમાં ટીમ ઉતરી મેદાને

  • August 09, 2023 04:16 PM 



રાજકોટમાં સતત ત્રીજા દિવસે પીજીવીસીએલની કોર્પોરેટ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારથી રાજકોટ સીટી ડિવિઝન 3 હેઠળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મવડી સબ ડિવિઝન, ખોખળદળ સબ ડિવિઝન, વાવડી અર્બન સબ ડિવિઝન હેઠળ આ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલની ચેકિંગની કામગીરીમાં કુલ 42 જેટલી ટીમ જોડાઈ છે. જેમાં SRPના 14 જવાનો, 18 એક્સ આર્મી મેન, 14 સ્થાનિક પોલીસ, 4 વિડીયોગ્રાફર સહિતના જોડાયા છે.



રાજકોટના આજે મવડી, ખોખળદળ, ખોડલધામ સોસાયટી, કોઠારીયા ગામ, સતનામ પાર્ક, ગણેશ પાર્ક સહિતના વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.


મહત્વનું છે કે જુલાઈ મહિનામાં પીજીવીસીએલ દ્વારા કરોડોની વીજચોરી પકડી પાડવામાં આવી છે. ત્યારે ફરી ઓગસ્ટ મહિનાની શરૂઆતથી pgvclની ટીમ વીજ ચોરી કરનારાઓને પકડી પાડવા માટે મેદાને ઉતરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application