જામનગર શહેરમાં ચેક પરત કેસમાં આરોપીને એક વર્ષની કેદ

  • February 17, 2023 07:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના એક આસામીને ચેક પરત ફરવાના  કેસ માં અદાલતે એક વર્ષ ની કેદની સજા તથા ર લાખનો દંડ ફટકાર્યો છે.
જામનગરમાં  ચંદન બુક સ્ટોલ નામની દુકાન ચલાવતા દિનેશભાઈ શાંતિલાલ સોઢા પાસે થી મિત્રતાના દાવે રાજેશ લક્ષ્મણભાઈ નારોલા એ ૧ લાખ ઉછીના મેળવી તેની  પરત ચુકવણી માટે ચેક આપ્યો હતો.




તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા દિનેશભાઈએ  અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં ફરિયાદી તરફથી રજૂ કરાયેલા પુરાવા, જુબાની વગેરે ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી રાજેશ લક્ષ્મણભાઈ નારોલા ને તક્સીરવાન ઠરાવી એક વર્ષ ની કેદની સજા અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application