ભાણવડના વેપારીને ચેક રીર્ટન કેસમાં બે વર્ષની કેદ

  • March 04, 2023 07:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે ફરીયાદી તથા આરોપીઓ એકબીજાને ઓળખીએ છીએ અને મિત્રો છીએ. ફરીયાદી જામનગરના ભરતભાઈ નકુમ તથા ભાણવડના (૧) જયેશભાઈ મનુભાઈ ઉધાસ તથા (૨) પરેશભાઈ મનુભાઈ ઉધાસ વર્ષો જુના એકબીજાના મિત્રો હોય અને એકબીજાને ઓળખતા હોય તેથી ફરીયાદી પાસેથી આરોપીઓએ જામનગર આવી રૂ.૪,૦૦,૦૦૦ ચાર લાખની માંગણી કરેલ જે વર્ષો જુના સંબંધો ધ્યાને લઈને ફરીયાદીએ આરોપીઓને રૂપિયા આપેલા અને જયારે રૂપિયાની જરૂર પડે ત્યારે કહેશો ત્યારે પરત આપી દઈશું નેવું કોલ જેથી થોડા સમય બાદ ફરીયાદીને રૂપિયાની જરૂર પડતાં રૂપિયાની માંગણી કરતાં આરોપીઓ કરીયાદીના ઘરે આવી રૂ.૨,૦૦,૦૦૦ તથા રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૦૦,૦૦૦ ના બે ચેકો સહી કરીને આપેલા આ ચેકો ફરીયાદીએ પોતાની બેંકમાં નાખતાં બન્ને ચેકો પુરતું ભંડોળ ન હોવાના કારણે પરત ફરેલા જેથી ફરીયાદી દ્વારા નોટીસ આપેલ અને ત્યારબાદ જામનગરની કોર્ટમાં નેગો. ઈન્સ્ટ્રુ, એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ કરેલ અને ફરીયાદીની જુબાની તથા સાક્ષીઓની જુબાની અને આરોપી તરફે બેંક સાહેદને તપાસેલ અને બેંકનું રેકર્ડ રજુ કરેલ.



આરોપી તરફે ફરીયાદીનું ઈન્કમટેક્ષ તેમજ બેંકના ખાતાની વિગતો રજુ કરવાની માંગણી કરેલ અને ફરીયાદી દ્વારા તે રજુ કરવામાં આવેલ અને આરોપીએ એવો બચાવ કરેલ કે ફરીયાદી પોતાનો કેસ સાબિત કરી શકતા નથી તેથી છોડી મુકવા માંગણી કરેલ આ કેસમાં ફરીયાદી તરફે વકીલશ્રી સુરેશ વી. પરમાર હાજર રહેલ અને પુરાવો તથા ડોકયુમેન્ટી બેંક સાહેદો તેમજ ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીઓને સજા કરવાનું જણાવેલું ફરીયાદી તરફે એવી ધારદાર દલિલ કરવામાં આવેલ અને ફરીયાદીના વકીલની દલીલ ધ્યાને લઈને આરોપીઓ (૧) જયેશભાઈ મનુભાઈ ઉધાસ તથા (૨) પરેશભાઈ મનુભાઈ ઉધાસ ને ૨ વર્ષની સજા તથા ૩,૦૦,૦૦૦  નો દંડ તેમજ દંડની રકમ ફરીયાદીને વળતર પેટે ચુકવી આપવી અને આરોપીઓ આ રકમ ન ચુકવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ આર. બી. ગોસાઈએ કરેલ.



આ કેસમાં ફરીયાદી ભરતભાઈ નકુમ તરફે વકીલ સુરેશ વી. પરમાર, અનિલ વી. પરમાર તથા પરેશ પી. નકુમ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application