મુંબઈ એરપોર્ટ પર ભારે વરસાદના કારણે ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ, સવાર તમામ લોકોનો આબાદ બચાવ

  • September 14, 2023 06:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુંબઈ એરપોર્ટ પર એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ચાર્ટર્ડ પ્લેન વરસાદ વચ્ચે લેન્ડિંગ દરમિયાન રનવે પર ક્રેશ થયું હતું. આ પછી પ્લેન બે ભાગમાં તૂટી ગયું અને આગ લાગી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી.



વિમાનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર સવાર હતા. હાલ મળતી માહિતી મુજબ પ્લેનમાં સવાર કોઈને ઈજા થઈ નથી.


ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે વિશાખાપટ્ટનમથી મુંબઈ જઈ રહેલું VSR વેન્ચર્સ લીઅરજેટ 45 એરક્રાફ્ટ VT-DBL મુંબઈ એરપોર્ટના રનવે 27 પર ઉતરતી વખતે ક્રેશ થયું હતું. પ્લેનમાં 6 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર હતા. ડીજીસીએએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી.

​​​​​​​


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application