ચારણનેશ પ્રાથમિક શાળામાં માતૃ-પિતૃ પૂજનનો કાર્યક્રમ યોજાયો

  • February 14, 2023 09:26 PM 
જામનગર તાલુકાની ચારણનેશ પ્રાથમિક શાળામાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસે માતૃ-પિતૃ પૂજન દિનની ઉજવણી કરવામાં હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ એવા મોટા ગુરુજી શ્રી ડુમરાળીયા સાહેબની પ્રેરણાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. શાળામાં અભ્યાસ કરતા બાળકોના માતા-પિતાને શાળામાં બોલાવવામાં આવ્યા હતા. તેમના સંતાનો દ્વારા કંકુ ચોખા વડે તિલક કરી દીપ પ્રગટાવીને માતા-પિતાનું ભાવપૂર્ણ પૂજન કરવામાં આવેલ. માતા-પિતાનો આદર અને પૂજન એક દિવસ પુરતું ન થાય તેમજ દરરોજ ટેવ પડે તે માટે શાળાના શિક્ષકો દ્વારા સમજ આપવામાં આવી હતી. બાળકોને અને ઉપસ્થિત વાલીઓને પ્રેરણાત્મક પ્રસંગ દ્વારા સમજ આપવામાં આવી માતા-પિતા અને વાલીઓ ખૂબ ખુશ થયા હતા અને તેમને પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આવા સંસ્કારપૂર્ણ કાર્યક્રમો શાળામાં થવા જ જોઈએ. અમારા બાળકોમાં સંસ્કાર સિંચન ઉત્તમ રીતે થઇ રહ્યું છે. જે બાળકોના વાલીઓ શાળામાં નથી આવી શક્યા તેમના ઘરે આ ટાસ્ક આપેલ જે બાળકોએ પૂર્ણ કરેલ. દરરોજ સવારે માતા પિતાને બાળકો પગે લાગી આવે તેવી સમજ શાળાના શિક્ષક વિમલભાઈ નકુમે આપેલ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application