જૂનાગઢ પોલીસને બુટલેગરોનો પડકાર ટ્રાન્સપોર્ટ પાર્સલમાં ૮ પેટી વિદેશી દારૂ ઉતાર્યો

  • January 25, 2023 07:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં ટ્રાન્સપોર્ટમાં પાર્સલમાં દારૂની હેરાફેરી ના બનાવમાં પોલીસે ૮૬,૪૦૦ નો મુદ્દા માલ કબજે કરી દારૂ આપનાર અને દારૂ લેવા આવનાર બે બુટલેગરો સામે ગુન્હો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જૂનાગઢમાં બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીમાં નવા કરતબો અજમાવતા હોય તેમ દોલતપરા વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ માં પાર્સલમાં દારૂ ની હેરાફેરી થાય તે પહેલા એલસીબી પોલીસે દરોડો પાડી બુટલેગરો ના મનસુબા પર પાણી ફેરવ્યું હતું જોકે બુટલેગર હાથ ન  આવતા ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
​​​​​​​
આ અંગે બી ડિવિઝન પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ  દોલતપરા નાયરા પેટ્રોલ પંપ સામે ડીલીવરી ટ્રાન્સપોર્ટ ના ગોડાઉનમાં પાર્સલમાં વિદેશી દારૂ મોકલાયો હોવાની વિગત ને આધારે એલસીબી એ દરોડો પાડી પાર્સલમાંથી  ૧૪૪ પાઉચ અને ૬ પેટી વિદેશી દારૂ  મળી કુલ ૮૬,૪૦૦ નો દારૂ ઝડપી તપાસ કરતા આ દારૂ જૂનાગઢના ગાંધીગ્રામ ના હરેશ ઉર્ફે હરિયો ગરચર એ મંગાવ્યો હોવાનું સામે આવતા પોલીસે  દારૂ મગાવનાર બુટલેગર  અને દારૂ લેવા આવનાર અજાણ્યા મોબાઈલ ધારક સામે પ્રોહિબીશન એક્ટ અંતર્ગત ગુન્હો નોધી ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application