રાજકોટમાં ચકરડીવાળાને દબાણ હટાવ શાખાના કર્મીએ લાકડી વડે ધોકાવ્યો, મીડિયા સમક્ષ કર્મીએ કહ્યું, "I am Sorry"

  • May 15, 2023 12:21 PM 

રાજકોટમાં આજી ડેમ ખાતે રવિવારે ભરાતી ગુજરી બજારમાં દબાણ હટાવના કર્મચારીઓ સાથે ચકરડી વાળાને માથાકુટ થઈ હતી. બબાલ એટલી ઉગ્ર બની કે મારામારી અને ગાળાગાળી કર્મીઓ અને ચકરડીવાળા વચ્ચે થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારબાદ મીડિયા સમક્ષ દબાણ હટાવ શાખાના કર્મી બાબુ જડુએ ચકરડી વાળાને માર મારવા બદલ કહ્યું હતું કે, "મારી ભૂલ થઈ ગઈ, I am sorry"


રાજકોટમાં દબાણ હટાવવા દબાણ શાખાના અધિકારીઓ મેદાને ઉતરી શહેરમાં દબાણો દૂર કરી રહ્યા છે. ત્યારે ગઇકાલે આજીડેમ ખાતે ભરાતી રવિવારની ગુજરી બજારમાં મહાનગરપાલિકાની દબાણ શાખાના અધિકારીઓ દબાણ હટાવવા પહોંચ્યા હતા ત્યારે દબાણ શાખાના કર્મચારીઓને ચકરડીવાળાએ ગાળો આપી હતી. જેથી કર્મચારીઓએ લાકડી વડે ચકરડીવાળાને માર માર્યો હતો. અધિકારીઓ અને ચકરડીવાળા વચ્ચે બબાલ એટલી ઉગ્ર બની કે બાદમાં મારામારી અને ગાળાગાળી સુધી વાત પહોંચી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
​​​​​​​


વાયરલ થયેલા વીડિયો બાદ મીડિયા સમક્ષ દબાણ હટાવ શાખાના કર્મી બાબુભાઈ જડુએ સમગ્ર બનાવ વર્ણવ્યો હતો અને "મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગું છું"નું રટણ કરું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application