દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી

  • July 18, 2023 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના વડપણ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન પી.એસ. કાલાના માર્ગદર્શન હેઠળ ગઈકાલે સોમવારે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.


આ અંતર્ગત ખંભાળિયામાં આવેલી કેડમસ સ્કૂલ તથા હાપીવાડી પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સિલ ના આસિસ્ટન્ટ ગોપી એચ. મુંગરા તથા પેરા લીગલ વોલન્ટીયર રવિ ઈડરિયા અને ઈશ્વર કારીયા દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ, મફત કાનૂની સહાય તથા પોક્સો એક્ટ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
​​​​​​​
આ ઉપરાંત ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા તથા ઓખા ખાતેની તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિષયને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરી, વિસ્તૃત માહિતી આપીને લોકોને કાનૂની સહાય અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application