જામનગરમાં પ્રજાસતાકના રાષ્ટ્રીય પર્વને ઉજવવા અને ઉત્સાહ: રોશનીનો શણગાર

  • January 25, 2023 11:27 PM 

જામનગરમાં આવતીકાલે તા. ર૬ જાન્યુઆરીને અનુલક્ષીને વિવિધ ઇમારતો પર રોશની કરવામાં આવી છે, સીમા શુલ્ક ભવન, સેવા સદન તેમજ જિલ્લા પંચાયતના બિલ્ડીંગને રોશનીથી શણગારવામાં આવ્યું છે, આમ પ્રજાસતાક દિનની ભવ્ય ઉજવણી નિમિત્તે હજુ આજે પણ કેટલાક બિલ્ડીંગો પર રોશની કરવામાં આવશે.

​​​​​​​જામનગર જિલ્લાનો ઘ્વજવંદન ઐતિહાસિક મેદાન ધ્રોલ નજીક ભૂચરમોરી મેદાન ખાતે કરવામાં આવશે, સમગ્ર હાલારમાં ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને શાળા-કોલેજોમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવશે, દિલ્હી ખાતે પણ ૨૬મી જાન્યુઆરીના રોજ વિશિષ્ટ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જામનગરમાં પણ પોલીસ હેડ કવાર્ટર ખાતે પરેડ અને ઘ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે, વિવિધ સંસ્થાઓ દ્વારા પણ આવતીકાલે ઘ્વજવંદનના કાર્યક્રમનું હરખભેર આયોજન કરાયું છે, વિવિધ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. આમ હાલાર દેશભકિતના રંગમાં રંગાય જશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application