શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, વર્ચ્યુઅલ યોગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 

  • June 21, 2023 11:39 AM 


યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય અને લોકો નિયમિત જીવનમાં યોગ અપનાવી શારીરિક અને માનસિક સ્વસ્થ રહે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 7 વર્ષથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતેથી વર્ચ્યુઅલ યોગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને લોકોએ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ફેસબુક પેઈજ અને યુટ્યૂબ ચેનલ પર લાઈવ નિહાળ્યો હતો.


આજે તારીખ 21 જૂન ને 2023ને બુધવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું. કે, યોગ એ એક વિચાર છે. યોગને આપણે જીવનમાં અપનાવવા જોઈએ અને નિયમિત યોગ કરવા જોઈએ. શ્રી ખોડલધામ દ્વારા ઉજવાના યોગ દિવસમાં દર વર્ષે કોઈ નવી બાબત રજૂ કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષના કાર્યક્રમમાં હઠ યોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રાણાયામ, આસન વિશે પણ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
​​​​​​​

વિશ્વ યોગ દિવસની ઉજવણીના આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ, કન્વીનર ભાઈઓ/બહેનો સહિતના લોકોએ શ્રી સરદાર પટેલ ભવને ઉપસ્થિત રહીને યોગ કર્યા હતા. આ કાર્યક્રમ દેશ-વિદેશમાં વસતાં લોકો ઘરે બેઠા નિહાળી શકે અને યોગ કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટ પર લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application