આજના સમયમાં દરેકના હાથમાં મોબાઇલ ફોન હોય તે સામાન્ય બાબત બની ગઇ છે. વયસ્ક હોય, મોટેરા હોય કે નાના બાળકો જ કેમ ના હોય, મોબાઇલ વગર આજના સમયમાં કોઇને ચાલતું નથી. ત્યારે ખાસ કરીને જો બાળકોની વાત કરવામાં આવે તો બાળકો મોબાઇલ પર ગેમ્સ રમવી ખૂબ જ પસંદ કરતા હોય છે. દિવસ દરમિયાનનો મોટાભાગનો અને મહત્વનો સમય તેઓ મોબાઇલનો ઉપયોગ કરી વેડફી નાખતા હોય છે. ત્યારે તમે પણ તમારા બાળકની જીદ પુરી કરવા માટે તેના હાથમાં મોબાઈલ આપતા હોવ તો આજથી જ સાવધાન થઈ જાવ નહીંતર મોટી મુશ્કેલી થઈ શકે છે. કારણ કે મોબાઈલ જોવાની તેની આદત તેને નાની ઉંમરમાં જ માયોપિયા જેવી ખતરનાક બીમારીનો શિકાર બનાવી શકે છે. જેની સીધી અસર બાળકોની આંખો પર પડે છે. તેથી, જમતી વખતે કે રડતી વખતે બાળકોને લલચાવવા માટે મોબાઈલ ફોન આપવાનું ટાળી દો.
માયોપિયા એક ખતરનાક રોગ છે. આપને જણાવી દઇએ કે, માયોપિયા એ આંખની સમસ્યા છે. જેમાં જોવામાં તકલીફ થાય છે. તેની અસરને કારણે આંખો દૂરની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી અને આંખની દ્રષ્ટિ બગડી જાય છે. માયોપિયાને કારણે દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે. ખાસ કરીને આ સમસ્યા નાના બાળકોમાં જોવા મળે છે. જો કે, તે 15 વર્ષની ઉંમર પછી પણ ઠીક થઈ શકે છે.
માયોપિયાના લક્ષણો શું છે ?
માથાનો દુખાવો, દૂરની કોઈપણ વસ્તુ અસ્પષ્ટ દેખાવી, નજીકની વસ્તુઓ વધુ નજીક દેખાવી, જોવા માટે આંખો પર વધુ જોર લગાવવું, વારંવાર આંખ ઝબકાવવી, આંખમાં દુખાવો અને બળતરાની સમસ્યા વગેરે માયોપિયાના લક્ષણો છે. જો આપનું બાળક આવા કોઇ પણ લક્ષણો ધરાવતું હોય તો આપે ચેતી જવું જોઇએ. કેટલીક આવશ્યક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો માયોપિયાને ટાળી શકાય છે.
સ્ક્રીન સમય ઘટાડો
આપના બાળકને માયોપિયાથી બચાવવા માટે લાંબા સમય સુધી મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર જોવાથી રોકવું જોઈએ. તેનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ. બાળકના સમયનો ઉપયોગ અન્ય કોઈ કામમાં કરવો જોઈએ. જેથી તે સ્ક્રીન પર વધુ સમય પસાર ન કરે.
બાળકોને રમવા માટે બહાર મોકલો
બાળકો ઘરની અંદર બેસીને મોબાઈલ ફોન પર ગેમ રમતા રહેતા હોય તો આ સ્થિતિમાં તેને મિત્રો સાથે બહાર રમવા માટે મોકલવા જોઇએ. તેને બગીચો કે કોઇ સારી એવી ખુલ્લી જગ્યાએ લઈ જવા જોઇએ. આથી, મોબાઇલ ફોનનું વ્યસન દૂર કરી શકાય અને સ્ક્રીન ટાઇમ પણ ઓછો થવા લાગશે. જેથી માયોપિયાનું જોખમ રહે નહી.
ઇન્ડોર ગેમ્સને પ્રોત્સાહન આપવું
બાળકોનું ધ્યાન મોબાઈલ ગેમ્સમાંથી હટાવીને ઈન્ડોર ગેમ્સ તરફ વાળો. એવી રમતો રમવાની ટેવ પાડવી જોઇએ કે જેનાથી તેના માનસપટલ પર સારી અસર પડે. માનસિક રીતે તેનો વિકાસ થાય. બાળકને રમત રમવાની મજા આવે અને સાથે તેને કઇક શીખવા પણ મળે. આથી, સ્વાભાવિક છે કે તે મોબાઇલ ફોનને બદલે રમત રમવું પસંદ કરશે.
નોંધ
અહીં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે. તેનો અર્થ વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન કરવો. જો તમને કોઇ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિ કઢાવવા લાંબી કતાર
May 14, 2025 11:38 AMસબકા અપના અપના નોર્મલ : આમીરની નવી ફિલ્મ 'સિતારે જમીન પર'નું ટ્રેલર આઉટ
May 14, 2025 11:35 AMરાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હડતાળ સમેટાઈ
May 14, 2025 11:30 AMઆખરે સલમાન ખાને લગ્ન ન કરવાનું સાચું કારણ જણાવ્યું, જાણો સિંગલ રહેવાનું શું છે સિક્રેટ ?
May 14, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech