ઉનાળામાં પશુઓની હાલત કફોડી : કચ્છ-ભુજના 600થી વધુ ઢોરઢાખર સાથે માલધારીઓનો સૌરાષ્ટ્રમાં પડાવ

  • May 03, 2023 07:32 PM 

આપણે ત્યાં એક કહેવત છે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વરખામાં વાગડ ભલો અને કચ્છડો બારેમાસ.. પરંતુ છેલ્લા કેટલાય સમયથી અડધો શિયાળો પૂર્ણ થતા જ માલધારીઓ પોતાના ઢોરઢાખરને લઈ સૌરાષ્ટ્ર તરફ ચાલી નીકળે છે. તેમજ ચોમાસુ શરૂ થયા બાદ પોતાના વતન પરત ફરે છે. ત્યારે આ વખતે ફરી એક વખત રાજકોટ જિલ્લાના જુદા જુદા ગામ ખાતે 600થી વધુ ઢોરઢાખર સાથે માલધારીઓએ પડાવ નાખ્યો છે. માલધારીઓનું કહેવું છે કે અડધો શિયાળો જતા તેઓ ખાસ સારાની શોધમાં પોતાના ઢોર અને ઢાખરને લઈ રાજકોટ તરફ આવવા નીકળે છે. અત્યારે અંદાજિત દોઢથી બે મહિનાની મુસાફરી બાદ તેઓ રાજકોટના હાલ ન્યારા ગામ, રતનપર સહિતના ગામ ખાતે પડાવ નાખ્યો છે. તો બીજી તરફ માલધારીઓએ ઘાસચારા માટે તેમજ ખોળ માટે દાતાઓ તેમજ તંત્રને અપીલ પણ કરી છે. માલધારીઓના જણાવ્યા પ્રમાણે એક ગાય પાછળ રોજનું 300 થી 400 રૂપિયાનો ખર્ચ થાય છે જેની સામે તે સો રૂપિયા નો દૂધ આપે છે. આમ એકંદરે માલધારીને રોજના એક ઢોર પાછળ રૂપિયા 200 થી 300 રૂપિયા ની ખાધ આવે છે. ત્યારે પશુધનને બચાવવા માટે લોકો આગળ આવે તેવી અપીલ માલધારીઓ કરી રહ્યા છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application