સીંગતેલના ભાવમાં ફરી ₹30નો વધારો, ડબ્બાનો ભાવ પહોંચ્યો ₹3 હજારને પાર

  • July 19, 2023 08:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોંઘવારીએ માઝા મૂકી છે. એક બાદ એક વસ્તુઓના ભાવ વધારાને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જીવવું પણ હવે અઘરું થઈ ગયું છે. શાકભાજી હોય, કઠોળ હોય કે પછી ખાદ્ય તેલ તમામ વસ્તુઓના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે.    



સીંગતેલના ભાવમાં પણ દિવસેને દિવસે વધારો આવી રહ્યો છે. ત્યારે ફરી સિંગતેલના એક દિવસમાં જ ડબ્બાના ભાવમાં રૂપિયા 30નો વધારો નોંધાયો છે. હવે સિંગતેલનો ડબ્બો ₹3,000ને પાર પહોંચ્યો છે. તો સામે કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર છે. સંગ્રહખોરીના કારણે સીંગતેલના ભાવમાં વધારો થતો હોવાનું સામે આવ્યું છે. તેલના ડબ્બાનો ભાવ ₹3,040એ પહોંચતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. છેલ્લા એક સપ્તાહની વાત કરવામાં આવે તો એક જ સપ્તાહમાં ₹100નો વધારો થયો છે. ભાવ વધારાને લઈને સિંગતેલની ખરીદીમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application