સીંગતેલના ભાવમાં ફરી ₹20નો વધારો, દિવાળી સુધી ભાવમાં વધારો થવાની શક્યતા

  • August 01, 2023 08:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોંઘવારી હાલ બેકાબૂ બની રહી છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. શાકભાજી, કઠોળ, દૂધ ખાદ્યતેલ સહિતની તમામ ચીજ-વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સિંગતેલના ભાવમાં ફરી રૂપિયા 20નો વધારો ઝીંકવામાં આવ્યો છે.   




કાચા માલની અછતને લઈને સીંગતેલના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે સીંગતેલના ડબ્બે ₹20નો ભાવ વધારો થયો છે. સીંગતેલનો ડબ્બાનો ભાવ ₹3,150 સુધી પહોંચ્યો છે. સામે કપાસિયા તેલના ભાવમાં કોઈ વધઘટ જોવા મળી નથી. કપાસિયા તેલના ભાવ હાલ સ્થિર છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો ડબ્બાનો ભાવ ₹1,730 સુધી પહોંચ્યો છે. વધતી જતી મોંઘવારી, ભાવવધારાને લઈને ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application