રાજકોટમાં રોગચાળો બેકાબુ બન્યો છે અને સતત ત્રીજા સપ્તાહમાં શરદી, ઉધરસ, તાવ તેમજ ઝાડા ઉલ્ટીના કેસ વધ્યા છે, તદઉપરાંત મેલેરિયાનો એક કેસ પણ નોંધાયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજરોજ જાહેર કરાયેલા વિકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં શરદી- ઉધરસના સૌથી વધુ 741 કેસ, સામાન્ય તાવના 345 કેસ અને ઝાડા ઉલ્ટીના 229 કેસ નોંધાયા છે. આ મુજબ કુલ 1316 કેસ નોંધાયા હોવાનું સત્તાવાર જાહેર કરાયું છે. બીજી બાજુ ખાનગી તબીબોના જણાવ્યા મુજબ શહેરમાં મહાપાલિકાએ જાહેર કરેલા કેસ કરતા દસ ગણા વધુ કેસ છે ! મહાપાલિકા તંત્ર દ્વારા શહેરમાં કાર્યરત કુલ 3000થી વધુ તબીબોની હોસ્પિટલો, દવાખાના અને લેબોરેટરીઓમાંથી રોગચાળાની વિગતો એકત્રિત કરવામાં આવતી ન હોય રોગચાળાની સાચી વિગતો ક્યારેય બહાર આવતી નથી તે વાસ્તવિકતા છે. રોગચાળો કાબુમાં લેવા સંનિષ્ઠ પ્રયાસો કરવાને બદલે તંત્ર જુઠા આંકડા જાહેર કરી પોતાના જ હાથે પોતાની પીઠ થાબડવાની પ્રવૃત્તિમાં મશગુલ છે.
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોએ રોગચાળા કાબુમાં લેવા કરેલી પ્રવૃત્તિની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશા વર્કર સહિતની 319 ટીમો દ્વારા 1,13,737 ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 435 ઘરોમાં ફોગિંગ કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારોમાં ફોગીંગ કરાયું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મચ્છરજન્ય રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી, રહેણાક સિવાય અન્ય 625 પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વિગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી અને મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 356 અને કોર્મશીયલ 145 સહિત કુલ 501ને નોટિસ ફટકારી હતી.
ડેંગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયાને ફેલાતો રોકવા 10ડ્ઢ10ડ્ઢ10નું સૂત્ર અ5નાવો
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાએ શહેરમાં ડેંગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયાને ફેલાતો અટકાવવા માટે 10ડ્ઢ10ડ્ઢ10નું સુત્ર અ5નાવવા અપીલ કરી છે જેમાં પ્રથમ 10 : દર રવિવારે સવારે 10 વાગે 10 મિનિટ ફાળવવી. બીજા 10 : ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ5યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા 10 : આ માહિતી અન્ય 10 વ્યકિતઓ સુધી 5હોંચાડવી. આમ, માત્ર 10 મિનિટ આ5ને તેમજ આ5ના 5રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.
મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે શહેરીજનો આટલું કરે: તંત્રની અપીલ
(1) પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ. (2) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. (3) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ. (4) બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ. (5) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ. (6) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ. (7) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુરૂ શરીર ઢંકાય તેવા ક5ડાં 5હેરવા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પને સોશિયલ મીડિયા પર મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો ધમકી આપનાર સાથે શું થયું
January 27, 2025 10:10 AMરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech