પૂર્વ IAS અને કચ્છના તત્કાલિન કલેક્ટર પ્રદીપ શર્માને વધુ એક કેસમાં ભુજ કોર્ટે 5 વર્ષની કેદની સજા ફટકારી છે. તેમજ 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સોપાઇપ અસ લિમિટેડને સમાઘોઘા અને મુંદ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરને 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતા પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. જેને લઈને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.
આ કેસ ભુજ કચ્છના નામદાર ચોથા અધિક ચીફ જ્યુ. મેજી., જે.વી.બુદ્ધ ભુજની અદાલત સમક્ષ ચાલી જતાં પ્રોસિક્યુશન તરફે - 52 દસ્તાવેજી પુરાવા તથા -18 સાક્ષી તપાસના આધારે આદેશ અપાયો હતો, જેમાં તમામ આરોપીઓને આઇ.પી.સી. કલમ 409 -120(બી), મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવીને 5 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. તેમજ આઇપીસી કલમ 217 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવીને 3 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.
શું કેસ હતો?
કેસની વિગત એવી છે કે, એક જ દિવસે, એક જ કંપની માટે, એક જ હેતુ માટે ત્રણ અલગ-અલગ સર્વે નંબરની જમીન માટે અરજી કરવામાં આવી હતી. નિયમ મુજબ આવી તમામ અરજીઓને સંકલિત કરીને એક જ હુકમથી નિર્ણય લેવો જરૂરી હતો, પરંતુ કલેકટરે આ નિયમની અવગણના કરી સર્વે નંબર 326માં 20,538 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી, જે 20,000 ચોરસ મીટરની મર્યાદાથી વધુ હતી. 25 એપ્રિલ 2004ના રોજ કુલ 47,173 ચોરસ મીટર જમીન એક જ કંપનીને ફાળવી દેવામાં આવી. આ રીતે 37,173 ચોરસ મીટર વધારે જમીન ફાળવવામાં આવી હતી.
સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધ્યો હતો
આ કેસમાં અન્ય આરોપીઓમાં તત્કાલીન નગર નિયોજક નટુ દેસાઈ, નાયબ મામલતદાર નરેન્દ્ર પ્રજાપતિ અને નિવાસી નાયબ કલેકટર અજિતસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. સીઆઈડી ક્રાઇમ રાજકોટ ઝોન દ્વારા આ કેસમાં ઇપીકો કલમ 217, 409 અને 120(બી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ACB કેસની સજા ભોગવ્યા બાદ આ સજાનો અમલ કરાશે
આરોપી પ્રદીપકુમાર એન.શર્માને હાલ પશ્ચિમ કચ્છ એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં. 06/2014 સેશન્સ કેસ નં. 192/2017ના કેસમાં નામદાર અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી 5 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ ઉપરોક્ત 5 વર્ષની સજાની અમલ શરૂ કરવા હુકમ કર્યો છે. જો દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સખત કેદની સજા કરાશે. આ કામે રાજ્ય સરકાર સી.આઇ.ડી.ક્રાઇમ, એજન્સીના પ્રોસીકયુશન તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એચ.બી.જાડેજા હાજર રહી દલીલો રજૂ કરી હતી.
કોણ છે પ્રદીપ શર્મા?
રસાયણશાસ્ત્રમાં સ્નાતક કરનારા પ્રદીપ શર્માએ ગુજરાત વહીવટી સેવાની પરીક્ષા પાસ કરી હતી અને વર્ષ 1981માં તેઓ ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. ત્યાર બાદ વર્ષ 1999માં આઇએએસ અધિકારી તરીકે બઢતી મળ્યા બાદ જામનગર, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર રહ્યા હતા. ત્યાર બાદ રાજકોટ અને કચ્છ જિલ્લાના કલેક્ટર બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech