ક્રાઇમ બ્રાંચના તત્કાલીન પીઆઇ વિરુધ્ધ ફરિયાદ કરનાર વેપારી સામે ડીસીબીમાં જ ગુનો નોંધાયો

  • January 24, 2023 12:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાયત્રીનગર સોસાયટીની મેટરમાં હાઇકોર્ટમાં બોગસ બાનાખત રજૂ કરવા અંગે ત્રણ સામે ફરિયાદ નોંધાઇ: સોસાયટીના પ્રમુખની ખોટી સહી કર્યાનો આક્ષેપ




રાજકોટ ક્રાઈમ બ્રાંચના તત્કાલીન પીઆઈ વી.કે. ગઢવી સહિતનાઓ વિધ્ધ ગેરકાયદે ગોંધી રાખી, મારકૂટ કર્યાની ફરિયાદ નોંધાવનાર ઉંઝાના વેપારી મહેશ પટેલ સહિત ત્રણ વિધ્ધ રાજકોટની ગાયત્રીનગર કો–ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીની હાઈકોર્ટમાં ચાલતી મેટરમાં બોગસ બાનાખત રજૂ કર્યા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.જેના આધારે પોલીસે કાવત્રુ રચવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.





જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટની ગાયત્રીનગર કો– ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીમાં ૩૭૫ સભ્યો છે. સોસાયટીના પ્રમુખ રાજેન્દ્ર પ્રભુદાસભાઈ જસાણી (ઉ.વ.૬૬, રહે. ૧બી, શકિતનગર, કાલાવડ રોડ)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મહેશ પટેલ,રમેશ અંબાલાલ પટેલ અને સુનિલ દલપતસિંહ રાઠોડનું નામ આપ્યું છે.જેમાં જણાવ્યું છે કે, તેને મેટોડામાં કોલ્ડ સ્ટોરેજ છે.૧૯૭૧માં સોસાયટીની નોંધણી કરાવી હતી. જેમાં પ્રમુખ તરીકે તે અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ કારીયા હતા. જે હાલ હૈયાત નથી. રૈયા સર્વે નં.૨૫૦ની ૩૦ એકર જમીન શિવનગર મેઈન રોડ પર રહેતા હરિશચંદ્રસિંહ ભારતસિંહ જાડેજા પાસેથી ૧૯૮૨માં ખરીદ કરી ગાયત્રીનગર સોસાયટી ઉભી કરી હતી.૨૦૧૪માં આ જમીન સરકારી હોવા અંગે કલેકટર કચેરીમાં સુઓ–મોટો કેસ ચાલ્યો હતો. જેમાં ૨૦૧૧ની સાલમાં મૂળ ખાતેદાર તથા ત્યારબાદના ઉતરોતર એટલે કે તેની રેવન્યુ એન્ટ્રી  રદ કરવામાં આવી હતી. જેની સામે તેના પક્ષ દ્રારા એસએસઆરડીમાં અપીલ કરવામાં આવી હતી. જેમાં પણ કલેકટરના હત્પકમને યોગ્ય ઠેરવાયો હતો. જેથી તેના પક્ષ દ્રારા ૨૦૧૮માં હાઈકોર્ટમાં સીવીલ અરજી દાખલ કરવામાં આવી હતી. જે કેસ હાલ હાઈકોર્ટમાં ચાલુ છે.





હાઈકોર્ટમાં સીવીલ દાવો ચાલુ હતો. ત્યારે૨૦૨૧નીસાલમાંઆ જમીનનું બાનાખત કરી અપાયાની જાહેર નોટીસ અખબારમાં પ્રસિધ્ધ થઈ હતી. ઉંઝાના મહેશ ગોવિંદભાઈ પટેલે બાનાખત રજૂ કયુ હતું. જે લખી આપનાર તરીકે સોસાયટીના પ્રમુખ તરીકે ફરિયાદીનું નામ હતું. વેચાણ લેનાર તરીકે પટેલ મહેશ ગોવિંદનું નામ હતું. ૨૦૧૦માં સ્ટેમ્પ પેપર ઉપર આ બનાખત તૈયાર કરાયું હતું. જેમાં પ્રમુખ તરીકે તેની સહી હતી. ઉપરાંત અવેજ તરીકે અલગ–અલગ તારીખે કુલ ા.૫ કરોડ સ્વીકાર્યાની નોંધ હતી.




વાસ્તવમાં તેમણે આ પ્રકારનું કોઈ બાનાખત કે લખાણ કોઈને કરી આપ્યું ન હતું. બાનાખતમાં તેની બનાવટી સહીઓ કરવામાં આવી હતી. મહેસાણામાં નોટરાઈઝ કરાવવામાં આવેલા આ બાનાખતમાં સાક્ષી તરીકે પટેલ રમેશકુમાર અંબાલાલ અને ઠાકોર સુનિલકુમાર દલપતસિંહની સહી કરેલી હતી. એટલું જ નહીં બાનાખત પ્રાઈવેટ ફોરેન્સીક એકસપર્ટ પાસે ચેક કરાવ્યું હતું. જેમાં તેની સહીઓ નહીં હોવાનો અભિપ્રાય આવ્યો હતો. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application