જય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?

  • July 08, 2024 06:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​જય શાહ 2019 થી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ છે. અત્યારે તેમના હાથમાં સત્તા છે પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે જો જય શાહ ICC અધ્યક્ષ પદ માટે અરજી કરે તો તેઓ નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ શકે છે. પરંતુ એવા પણ અહેવાલો છે કે જય શાહે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ નિર્ણય લીધો નથી. તમને જણાવી દઈએ કે અધ્યક્ષ પદ માટે આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી યોજાવાની છે. ન્યુઝીલેન્ડના ગ્રેગ બાર્કલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ચેરમેન પદ ધરાવે છે અને બીજી મુદત માટે અરજી કરવા પાત્ર છે.


ICC જુલાઈ મહિનામાં કોલંબોમાં એક બેઠક યોજવા જઈ રહી છે. જેમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે જય શાહે હજુ સુધી આ વિષય પર કોઈ પ્રતિક્રિયા નથી આપી પરંતુ અહેવાલ છે કે તેઓ ICCની કામગીરીની કેટલીક રીતોથી ખુશ નથી. જો અહેવાલોનું માનીએ તો શાહ વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં ટી20 વર્લ્ડ કપ 2024 યોજવા અંગે પણ ખુશ ન હતા. જો શાહ ચેરમેન પદ માટે અરજી કરે છે અને ચૂંટણી જીતી જાય છે તો તેઓ ICCના સૌથી યુવા અધ્યક્ષ બનશે.


રિપોર્ટ અનુસાર, ICC અધ્યક્ષના કાર્યકાળમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ વ્યક્તિ ત્રણ વખત અધ્યક્ષ બની શકતી હતી અને દરેક કાર્યકાળ 2 વર્ષ માટે હતો પરંતુ નવા નિયમો અનુસાર વ્યક્તિ બે વખત ચેરમેન બની શકે છે અને દરેક કાર્યકાળ 3 વર્ષનો રહેશે. જો જય શાહ અધ્યક્ષ બને છે તો તેઓ 3 વર્ષ સુધી આ પદ પર રહેશે અને પછી તેઓ 2028 માં BCCIના અધ્યક્ષ બનવા માટે લાયક બનશે.


જય શાહે વર્ષ 2009માં ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનમાં એન્ટ્રી લીધી હતી. તે પહેલા તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા. તેઓ વર્ષ 2015માં BCCIમાં જોડાયા હતા અને સપ્ટેમ્બર 2019માં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ બન્યા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application