કોંગ્રેસની દિનદહાડે કેન્ડલ માર્ચ: યાત્રામાં સરકાર પર પ્રહાર

  • August 12, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્રારા આયોજિત મોરબી થી ગુજરાત ન્યાય યાત્રા ન્યાયકા હક મિલને તક શ થયેલી પદયાત્રા પીડિત પરિવારો સાથે રાજકોટ શહેરમાં પ્રવેશી હતી અને રાજકોટ શહેરના જુદા જુદા રાજમાર્ગેા પર પદયાત્રા ફરી હતી જેમાં રાજકોટના મોરબી રોડ જકાતનાકા થી ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ થઈ પારેવડી ચોકથી હોસ્પિટલ ચોક થઈ અને રાજકોટ શહેરના ઐતિહાસિક ત્રિકોણ બાગ ખાતે વિશાળ જંગી મેદની સાથે સંવેદના સભા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અને રાયસભાના સંસદ શકિતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી જેમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અને રાજકોટની જનતાનું શબ્દો દ્રારા સ્વાગત કરાયા બાદ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં ન્યાય માટે લડત ચલાવનારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષેામાં જુદી જુદી ઘટનાઓમાં જે બનાવો બન્યા છે તે એકેયમાં પીડિત પરિવારોને ન્યાય મળેલ નથી બાળકો અને યુવાનો આ અિકાંડમાં હોમાયા તેની શું પરિસ્થિતિ અસર થઈ શકે સરકાર સમજી શકતી નથી.
રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂએ હાથ સે હાથ જોડોના ગુજરાત પ્રદેશના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુએ જણાવ્યું હતું કે રાજકોટમાં ભાજપ ભ્રષ્ટ્રાચારમાં ગડાડુબ છે. ભારતીય જનતા પક્ષ ભ્રષ્ટ્રાચારમાંથી બહાર નીકળી શકે તેમ છે નહીં ગુજરાતમાં નાગરિકોના મોત થાય તો વાંધો નથી પરંતુ ભાજપનો ભ્રષ્ટ્રાચાર બધં ન થવો જોઈએ ભાજપ ભ્રષ્ટ્રાચાર કરનારાને બચાવી રહી છે રાજકોટ એ બધં પાડી ભાજપને જવાબ આપી દીધો છે.  વઘાસિયા સહિત ૫૦ બહેનો આજે કાક્રગેસમાં જોડાયા હતા. વડગામના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ શ્રી જીેશ મેવાણીએ જણાવ્યું હતું કે મોરબી થી ચાલી રહેલી આ સંઘર્ષ યાત્રીઓ રાજકોટમાં યારે આવી છે ત્યારે તમામ મીડિયા કવરેજ કરનારા મિત્ર પત્રકાર મિત્રોનો સલામ કં છું તક્ષશિલા અિકાંડ મોરબી કાડમાં તમામ પ્રકરણોની અંદર જાણીબુજીને તપાસમાં ફિંડલુ વાળી રહ્યા છે તમામ પરિવારો ન્યાય આપવા માટે તપાસ જે લોકો ડ્રગ્સ માંથી નથી કમાયા જમીનોમાંથી ફાઈલોમાંથી કમાયા નિાવાન અધિકારીઓને તપાસ સોંપવાના બદલે મુખ્યમંત્રી અને ગ્રહ મંત્રી હર્ષ સંઘવીને શું પેટમાં દુખે છે ? કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે પીળી પરિવારની સાથે ન્યાય માટે લડતા રહેશું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાયસભાના સાંસદ શકિતસિંહજી ગોહિલે જણાવ્યું હતું કે હત્પં એરપોર્ટ થી નીકળ્યો ત્યારે તમામ જગ્યાએ આજુબાજુમાં બધે વરસાદ છે પરંતુ અહીં વરસાદ છે નહી એટલે ઉપરવાળો પણ આપણું ધ્યાન રાખે છે સત્યની લડાઈમાં હંમેશા શિવજીનો સાથ હોય છે ભ્રષ્ટ્રાચારને પ્રોત્સાહન આપનારા ભાજપના પદાધિકારીઓને લોકોની તકલીફ શું છે તે જાણવાની ચેષ્ટ્રા નથી એસી ચેમ્બર્સ પ્રેસ કોન્ફરન્સ કે એરોપ્લેનમાં ફરવાથી પ્રજાની તકલીફ દૂર થતી નથી ગુજરાતમાં જે ઘટનાઓ બની છે તે માટે પદયાત્રા કરવી પડે કોંગ્રેસ પરિવાર પદયાત્રામાં નીકળે તો મને ગૌરવ થાય રાહત્પલ ગાંધીએ કન્યા કુમારથી કાશ્મીર સુધી ૮૫૦૦ કિ.મી.ની પદયાત્રા કરી છે. રાજકોટમાં કોંગ્રેસીઓ અને પ્રયાસોથી હાથ જોડી વેપારીઓ અને આમ પ્રજાએ રાજકોટ સદંતર અને ઝડપ બધં કરી વેપારીઓ શ્રદ્ધાંજલિ પાઠવતા સત્તાધીશોને લોકશાહી હજુ જીવતં છે તે દેખાડી દીધું છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ  ગોહિલ એ પણ પણ ભાજપના ભ્રષ્ટ્રાચારો સામે આકરા પ્રહારો કર્યા હતા.
અંતમાં રાજકોટ મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા એ આભાર વિધિ કરી હતી.
એઆઇસીસીના રાજકોટના પ્રભારી પુંજાભાઈ વશં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રાજકોટના પ્રભારી ભીખુભાઈ વડોદરિયા, બીપેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો, ફન્ટલ સેલના ચેરમેનો, વોર્ડ પ્રમુખો, કોંગ્રેસના કાર્યકરો અને રાજકોટની જનતા બહોળી સંખ્યામાં ત્રિકોણબાગમાં ઉપસ્થિત રહી હતી. જેમાં રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુ, જાવેદ પીરજાદા, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડોકટર હેમાંગ વસાવડા, શૈલેષભાઈ કપુરીયા, રાજુભાઈ ચાવડીયા, યુનૂશભાઈ જુણેજા, મેઘજીભાઈ રાઠોડ, ગજેન્દ્રસિંહ ઝાલા, નરેશભાઈ સાગઠીયા, નયનાબા જાડેજા, મનીષાબા વાળા, દીિબેન સોલંકી, રસીલાબેન સુરેશભાઈ ગેરૈયા, જાગૃતીબેન પ્રભાતભાઈ ડાંગર, નરેન્દ્રભાઈ સોલંકી, રાજદીપસિંહ જાડેજા, હિતેશભાઈ વોરા,  દીપકભાઈ ઘવા, ગોપાલ અનડકટ સહિત જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application