આવતીકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રના ૨૫૦૦ થી વધુ ડોકટરો તેમજ ૧૦૦૦ જેટલી હોસ્પિટલો મેડિકલ સેવાથી અલિ રહેશે. કોલકત્તામાં તબીબ યુવતી સાથે બનેલી ઘટનાનો દેશભરના તબીબો દ્રારા વિરોધ ઉઠો છે સરકારી હોસ્પિટલ સાથે હવે ખાનગી હોસ્પિટલના તબીબો એ પણ યાં સુધી સરકાર આ ઘટનાના આરોપીઓને સખત સજા નહીં કરે અને ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે આવી ઘટના ન બને તેની ખાતરી નહીં આપે ત્યાં સુધી તબીબો દ્રારા આ લડત ચાલુ રાખવા માટે એલાન કરવામાં આવ્યું છે.
ગઈકાલે દેશભરના ડોકટરો દ્રારા આવતીકાલે સવારે ૬:૦૦ વાગ્યાથી લઈ રવિવારે સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી એમ ૨૪ કલાક મેડિકલ સેવાઓથી અલિ રહેવા માટેનું એલાન કરવામાં કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે ઓલ ઇન્ડિયા લેવલની મેડિકલ એસોસિએશનની ઓનલાઇન મીટીંગ મળી હતી જેમાં આ ઘટના અંગે ઘેરા પ્રત્યાઘાતો તબીબો દ્રારા આપવામાં આવ્યા હતા અને હવે કડક કાયદો બનાવવાની માંગણી સાથે આંદોલન શ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોકટર ભરત કાંકરિયા અને રાજકોટ બ્રાન્ચ ના ડો. કાન્ત જોગાણી, સેક્રેટરી ડોકટર અમિશ મહેતાએ જણાવ્યું હતું કે, આજે તબીબો દ્રારા કેન્ડલ માર્ચ યોજી મહિલા કભી બંને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે, રાજકોટ ની પીડીયુ હોસ્પિટલમાં રેસીડન્સ દ્રારા ચાલી રહેલી લડતને સમર્થન આ ઉપરાંત સાંસદને આવેદન સહિતના કાર્યક્રમો યોજાશે.
આવતીકાલે શનિવારે સવારે છ વાગ્યાથી લઈ રવિવારે સવારે છ વાગ્યા સુધી તબીબો હડતાલ પર ઉતરશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની ઓનલાઇન બેઠકમાં ૨૪ કલાકની હડતાલ માટેનો નિર્ણય લેવાયો છે યારે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે જેથી દર્દીઓને પરેશાની ન પડે તેનું ધ્યાન રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યું છે.
આવતીકાલે સૌરાષ્ટ્ર્રના ૨૫૦૦ જેટલા તબીબો ૨૪ કલાક સુધી ઓપીડી થી દુર રહેશે. બે દિવસ અગાઉ પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યકત કર્યેા હતો. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ ઘટનાને રાજકીય રગં આપવામાં આવી રહ્યો છે જે શોભનીય નથી. નિર્ભયાકાંડ બન્યો ત્યારબાદ સરકાર જાગી હતી અને એવું લાગતું હતું કે આવી ઘટનાઓ ન બને તે માટે કડક કાયદો અમલમાં આવશે પરંતુ દિન પ્રતિદિન દેશની દીકરીઓ સાથે આવી ઘટનાઓ વધી રહી છે. દેશની દીકરીઓને સલામત રાખવા માટે હવે સરકારે આકરા પગલાં લેવા પડશે તેમ તબીબોએ પ્રતિક્રિયા વ્યકત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિલાડીને દૂધનું રખોપુ: અમરેલીમાં અનાજનો સીઝ કરાયેલો જથ્થો આરોપીના કબજામાંથી ચોરી
January 24, 2025 11:23 AMજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMકાંગશીયાળીનો શખસ ૧૧૨ બોટલ દારૂ અને દેશી તમંચા સાથે ઝડપાયો
January 24, 2025 11:19 AMઆટકોટ પાસેથી SMCએ ટેન્કરમાંથી ૮૦ લાખનો દારૂ પકડયો
January 24, 2025 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech