ઓપરેશન સાહ સુધી ચાલશે: બપોર સુધીમાં ઢગલાબધં બિનહિસાબી વ્યવહારો મળ્યા

  • July 11, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અને જૂનાગઢના જવેલર્સેાને ત્યાંથી નાણાકિય વ્યવહારોના દસ્તાવેજો, કોમ્પ્યુટર ડેટા કબજે, ટૂંક સમયમાં બેન્ક એકાઉન્ટસ અને લોકરો સીઝ કરશે: લગડી જેવી જમીનના સોદા કારણભૂત હોવાની વહેતી ચર્ચા




વર્ષ ૨૦૨૧માં સર્વાનદં સોનવાણી અર્થાત આર.કે.ગ્રુપને ત્યાં આવકવેરા વિભાગે ગોલ્ડન રેઈડ પાડી હતી. જેમાં કોથળા ભરીને બીનહિસાબી વ્યવહારો સામે આવ્યા હતા. ત્રણ વર્ષ બાદ આજે રાયભરમાં ખળભળાટ મચાવી દે તેવું ઓપરેશન હાથ ધયુ છે. જેમાં બપોર સુધીમાં આવકવેરાના હાથમાં ઢગલાબધં બીનહિસાબી વ્યવહારો સામે આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.





જયારે જુનાગઢમાંથી પણ કરોડો રૂપિયાની કરચોરી સામે આવી છે. મળતી વિગતો અનુસાર આ ટોચના ઝવેરીઓ સાથે કનેકશન ધરાવતા બિલ્ડરો સહિત ૩૦થી વધુ પ્રિમાઈસીસ પરથી કોમ્પ્યુટર ડેટા, પેન ડ્રાઈવ, હાર્ડડીસ્ક અને લખાણવાળા દસ્તાવેજો મળી આવ્યા છે. આઈટીના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ તમામ કાર્યવાહીની પાછળ જમીનનો સોદો થયો હોવાની ચર્ચા સામે આવી છે. જો કે, સત્તાવાર રીતે આઈટી વિભાગ ટુંક સમયમાં માહિતી આપશે.  પેલેસ રોડ પર આવેલ શિલ્પા લાઈફસ્ટાઈલ, રાધિકા, જે.પી.  જવેલર્સ અને જે.પી.એકસપોર્ટ, વી.પી.જવેલર્સના શોરૂમ ઉપરાંત આ તમામ ઝવેરીઓના એન્ટલાન્ટિસ અને કિંગ હાઈટસ ફલેટ પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.




આ ઓપરેશન હજુ આખુ સાહ ચાલે તેવી સંભાવના આઈટી વિભાગે વ્યકત કરી હતી. હજુ તો આજે બપોર સુધીમાં થોકબધં બીનહિસાબી વ્યવહારો કબજે કર્યા છે. ત્યાર બાદ બેંક ખાતા, લોકર અને જમીનોના લેવડ–દેવડના સોદા સહિત દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application