BREAKING NEWS

જામનગર : કનસુમરા પાટીયા નજીક મદીરાની મહેફીલ માણતા ૨ વેપારી, ૩ વિદ્યાર્થી પકડાયા

  • February 13, 2026 06:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના કનસુમરા પાટીયાથી અંદર શેરી નં. ૪ ખાલી પડેલ એક પ્લોટ ખાતે અર્ટીગા કારમાં દા‚ની મહેફીલ માણતા હોવાની બાતમીના આધારે પંચ-બી પોલીસે દરોડો પાડીને બે વેપારી અને ત્રણ વિધાર્થી મળી પાંચને પકડી લીધા હતા. બિયરના ટીન અને કાર મળી ૨.૫૧ લાખનો મુદામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ હતી.


જામનગર પંચકોશી-બીના પીઆઇ રાઠોડની સુચનાથી પીએસઆઇ મઠીયા અને સ્ટાફ દારૂ-જુગારના કેશ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મદીરા મહેફીલ બાબતે બાતમી મળી હતી આથી કનસુમરા પાટીયાથી અંદર સંત હરીરામબાપા ઇન્ડસ્ટ્રીયલ ઝોન-૧ પ્લોટ નં. ૬૧૪ની સામે આવેલ ખાલી પડેલ પ્લોટ ખાતે આરોપીઓ ભેગા મળી અર્ટીગા ફોરવ્હીલ ગાડી નં. જીજે૧૦ડીઇ-૪૦૬૯માં દારૂની મહેફીલ માણી રહયા છે આથી દરોડો પાડયો હતો. 


દરોડા દરમ્યાન જામનગર હિરજી મિસ્ત્રી રોડ, ઓશવાળ કોલોની રૂપીયાના સિકકા પાસે રહેતા વેપારી અર્પિત અમિત કાપડીયા, ખોડીયાર કોલોની રાજનગરમાં રહેતા હિતાર્થ કમલેશ ભટ્ટ તથા સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા અભ્યાસ કરતા સુદીપ મદનમોહન પંડીત, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ઓશવાળ-૨ ખાતે રહેતા અભ્યાસ કરતા પરિન અશોક સંઘાણી અને વિરલબાગ સિઘ્ધાર્થ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અભ્યાસ કરતા અક્ષીત આનંદ મહેતાને બિયરના ટીનના કેન કબ્જામાં રાખી કેફી પ્રવાહી પીધેલી હાલતમાં પકડી લીધા હતા કુલ ૨.૫૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને પ્રોહી. એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. 


પંચકોશી બી દ્વારા દરોડા દરમ્યાન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા ચકચાર વ્યાપી હતી, વાલીઓ માટે ચેતવણીરૂપ આ બનાવમાં પીધેલી હાલતમાં ત્રણ વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા જેથી આજના સમયમાં યુવા વર્ગમાં નશાનું દુષણ કેટલી હદે વ્યાપક બન્યું છે એ બાબતની ચર્ચાઓ ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application