BREAKING NEWS

જામનગરમાં આર્થિક સંકળામણથી વેપારીનો આપઘાત

  • April 25, 2026 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આર્થિક સંકળામણથી વેપારીનો આપઘાત


ઇલેકટ્રીક સામાનના હોલસેલના ધંધામાં મંદીના કારણે તામાં પગલુ ભર્યુ


જામનગરના બેડી બંદર રોડ પર નિલકંઠપાર્કમાં રહેતા ઇલેકટ્રીક સામાનના હોલસેલના વેપારીએ પંદરેક દિવસથી ધંધામાં મંદી ચાલતી હોય આર્થિક સંકળામણના કારણે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે. આ બનાવના કારણે પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યુ હતું.


શહેરના બેડી બંદર રોડ, નિલકંઠપાર્ક-૨માં રહેતા નોએલ વિઠ્ઠલભાઇ સ્ટાલીન (ઉ.વ.૪૫) નામના ક્રિષ્ચન યુવાન પાંચેક વર્ષથી ઇલેકટ્રીક સામાનનો હોલેસેલનો વેપાર કરતા હતા, દરમ્યાન છેલ્લા પંદરેક દિવસથી ધંધામાં મંદી ચાલતી હોય જેના કારણે ગુમસુમ અને ટેન્શનમાં રહેતા હતા.


આર્થિક-ધંધાની ચિંતાના કારણે ગઇકાલે પોતાના રહેણાંક મકાને પંખાના હુકમા દોરી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું. આ અંગે નિલકંઠ પાર્કમાં રહેતા ગ્રીષ્માબેન નોએલભાઇ દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application