આજથી ભોગાતમાં બૂલડોઝર: સવા સો બાંધકામ તોડી પડાશે

  • March 17, 2023 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકામાં મૅગા ઑપરેશન ડિમોલિશન તબક્કાવાર આગળ વધી રહ્યું છે, સૌ પ્રથમ બેટમાં ત્યારબાદ હર્ષદ અને નાવદ્રામાં કરોડો રૂપિયાની જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કર્યા બાદ આજ સવારથી બૂલડોઝરનું સ્ટેરિંગ ભોગાત તરફ વળ્યું છે અને સવા સો જેટલાં ખડકાયેલા ગેરકાયદે બાંધકામો તોડવાની કાર્યવાહી શરૂ થતાં જમીનના દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વહિવટી તંત્રની ટીમ તેમજ જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ જંગી પોલીસ કાફલો સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવવામાં આવ્યો છે અને અહીં પણ મોટા તથા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવશે એવું સંબંધિત અધિકારીઓએ જણાવ્યું છે.



આજ સવારે ૭ વાગ્યાથી મામલતદાર દક્ષાબેન રિંડાણીના નેજા હેઠળ કૉમર્શિયલ, રહેણાંક અને ધાર્મિક સ્થળો પર બૂલડોઝર ફેરવવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી હતી અને એ પહેલાં વહેલી સવારથી પોલીસ કાફલો ભોગાત ઊતારી દેવાયો હતો. દ્વારકાના એસપી નિતેશ પાંડેય, ડીવાયએસપી સમીર શારડા, હાર્દિક પ્રજાપતિ તેમજ એલસીબી-એસઓજીનો કાફલો કોઈ પણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વોચ રાખી રહ્યાં છે.


લાંબા સમયથી બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરો તેવી માંગ ઉઠી હતી અને આખરે હવે દરિયાઈ પટ્ટી ઉપરના બાંધકામો દૂર કરવાની શરૂઆત થઈ ચૂકી છે. બે દિવસમાં જ આ તમામ ૧રપ જેટલાં ગેરકાયદે બાંધકામો દૂર કરાશે. જો કે, લોકોને પોતાનો માલ સામાન અન્ય ખસેડવા સમપ અપાયો હતો.


ભોગાતમાં આજ સવારથી જ ઑપરેશન ડિમોલિશન શરૂ થતાં જ લોકો આ ઑપરેશન જોવા એકઠાં થયાં હતાં પોલીસે લોકોને ડિમોલિશન સ્થળથી દૂર રાખ્યા હતાં. આ લખાય છે ત્યારે તોડપાડની કામગીરી મોટા પાયે શરૂ કરી દેવામાં આવી છે. 
હવે ભોગાત બાદ કોનો વારો? તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. પરંતુ દ્વારકાના એસપી નિતેશ પાંડેયના આયોજનબદ્ધ કાર્યક્રમના કારણે હજુ સુધી કોઈ જાતનો અનિચ્છનિય બનાવ બન્યો નથી અને કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના ભોગતના તમામ ગેરકાયદે બાંધકામો એક ઝાટકે દૂર કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application