કથિત રેપ કેસની પીડિતાએ, પોલીસ આરોપીઓને બચાવી રહી હોવાનો કર્યો દાવો, તેણી પર હુમલો કરવાની કોશિશ થઇ હોવાનો પણ કરાયો દાવો
બલ્ગેરિયન યુવતી પર દુષ્કર્મ કેસના કેડીલાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદીને ગયા અઠવાડિયે પોલીસ અને કોર્ટ તરફથી મોટી રાહત મળી હતી. પોલીસે સજ્જડ પુરાવાના અભાવે કોર્ટમાં સમરી રિપોર્ટ ફાઈલ કર્યો હતો. આ રિપોર્ટ બાદ રાજીવ મોદીને ક્લીન ચીટ મળી ગઈ હતી, જો કે, બલ્ગેરિયન મહિલાએ હાર ન માનતા તેની લડત ચાલુ રાખી છે. ગતરોજ તેણીએ ફરી આરોપ લગાવ્યો હતો કે પોલીસ આરોપીઓને રક્ષણ આપી રહી છે. તેણીએ ઉમેર્યું હતું કે તેણીની મૂળ ફરિયાદમાં આરોપ હોવા છતાં માનવ તસ્કરીના આરોપોને નકારી દેવામાં આવ્યા છે.
બલ્ગેરિયન યુવતી પોતાની લડત ચાલુ રાખશે તેવું ભારપૂર્વક જણાવતા, મહિલાએ દાવો કર્યો હતો કે પોલીસે તેણી સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. ઊપરાંત મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે ૨૩ જાન્યુઆરીની સાંજે તેણી પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદના એક મોલમાં ગુંડાઓ દ્વારા પીછો કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે આ ઘટના પછી તેણીએ તેના પરિવારના સભ્યોની સુરક્ષા મામલે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં અપીલ કરવા માટે ભારત બહાર હતી. તેણીએ વધુમાં કહ્યું કે તે કથિત ઘટના માટે પણ એફઆઈઆર દાખલ કરશે.
એપ્રિલ ૨૦૨૩માં તેની ફરિયાદ પર પ્રારંભિક નિષ્ક્રિયતા બદલ એસીપી હિમાલા જોશી સામે હાથ ધરવામાં આવેલી વિભાગીય તપાસમાં આજે ફરિયાદીને તેનું નિવેદન નોંધવા પોલીસ દ્વારા બોલાવવામાં આવી છે. તેણીના કેસ મામલે સીબીઆઈ તપાસ સોપવામાં આવે તેવી માંગ કરતા, ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ પોલીસે એક દિવસ પહેલા ફરિયાદીને સૂચિત કર્યા પછી ૨૦ ફેબ્રુઆરીના રોજ અમદાવાદની કોર્ટમાં એ-સમરી રિપોર્ટ દાખલ કર્યા પછી અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી. એ- સમરી અહેવાલ સૂચવે છે કે આરોપો અસ્તિત્વમાં હોવા પર પોલીસ તપાસમાં કેસને ટ્રાયલ કરવા માટે પૂરતા પુરાવા મળ્યા નથી અથવા કેસમાં આરોપી મળ્યો નથી.
ફરિયાદીએ ગતરોજ પોલીસને આ કેસમાં આરોપી તરીકે માત્ર બે જ નામ આપવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણીએ કહ્યું કે તેણીએ તેની ફરિયાદમાં છ આરોપીઓના નામ આપ્યા છે પણ પોલીસે રાજીવ મોદી અને અન્ય કેડિલા કર્મચારી જોન્સન મેથ્યુનું નામ જ લખવામાં આવ્યું છે. ફરિયાદી અને તેના વકીલ, એડવોકેટ રાજેશકુમાર મિશ્રાએ એ પણ ઉમેર્યું હતું કે જ્યારે કથિત ઘટના બની ત્યારે તત્કાલીન પીઓએસએચ સમિતિના અધ્યક્ષ સહિત, પોલીસ દ્વારા ઘણા સંભવિત સાક્ષીઓની તપાસ કરવામાં આવી ન હતી. તેમણે જણાવ્યું હતું કે, “તેઓ (પોલીસ) બોલાવે છે તે કોઈ સાક્ષી નથી. ઘણા કર્મચારીઓને દૂર કરવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ આવેલા નવા કર્મચારીઓને આ ઘટનાની જાણ નથી. સીઆરપીસી કલમ ૧૬૪ હેઠળ ફરિયાદીનું વિગતવાર નિવેદન લેવામાં આવ્યું હતું, તબીબી પરીક્ષણો કરવામાં આવ્યા હતા અને તેમ છતાં એ-સમરી રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. ”
તપાસ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ એ-સમરી રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે અને હવે મામલો કોર્ટ સમક્ષ છે. મહિલા પોલીસ સ્ટેશનના એસીપી હિમાલા જોશી સામે હાથ ધરવામાં આવેલી વિભાગીય તપાસમાં તેનું નિવેદન નોંધવા માટે ફરિયાદીને બુધવારે પોલીસ સમક્ષ હાજર થવા માટે પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. મહિલાએ ગયા વર્ષે એપ્રિલમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. મહિનાઓ પછી, જુલાઈમાં, તેણીએ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં બળાત્કાર, ફોજદારી હુમલો, નુકસાન પહોંચાડવા મામલે રાજીવ મોદી અને અન્યો સામે ફોજદારી ધાકધમકી આપવાના આરોપો સાથે ખાનગી ફરિયાદ સાથે સંપર્ક કર્યો હતો.
તેણી ઓગસ્ટ ૨૦૨૨ માં સીએમડી માટે ફ્લાઇટ એટેન્ડન્ટ અને અંગત સહાયક તરીકે નોકરી કરતી હતી અને તેણીની નોકરી દરમિયાન મોદી દ્વારા કથિત રીતે બળાત્કાર અને જાતીય સતામણી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે ડિસેમ્બરમાં તપાસનો આદેશ આપ્યો હતો અને આરોપોની તપાસનો નિર્દેશ આપવાનો ઇનકાર કરતા મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને ફગાવી દીધો હતો. ૩૧ ડિસેમ્બરે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. રાજીવ મોદી ૧૫ ફેબ્રુઆરીના રોજ પોલીસ સમક્ષ હાજર થયા હતા.
નિવૃત્ત આઈપીએસ\ડીજીપી કેશવ કુમારને પોલીસે પાઠવ્યું સમન્સ
શહેર પોલીસે નિવૃત્ત આઈપીએસ અધિકારી કેશવ કુમારને સમન્સ પાઠવ્યું છે, જેઓ રાજીવ મોદીની ફાર્મા કંપની માટે સુરક્ષા સલાહકાર છે. શહેર પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સેક્ટર ૧ના એડિશનલ કમિશનર ઓફ પોલીસ ચિરાગ કોરાડિયાએ ૧૯૮૬-બેચના આઈપીએસ અધિકારીને સમન્સ પાઠવ્યું હતું જેઓ ગુજરાત પોલીસમાં ડીજીપીનો હોદ્દો ધરાવતા હતા, અને છેલ્લે ૨૦૧૬ થી ૨૦૨૧ માં તેમની નિવૃત્તિ સુધી એન્ટી કરપ્શન બ્યુરોના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "કેશવ કુમાર સુરક્ષા સલાહકારનું પદ સંભાળતા હોવાથી, અમે માનીએ છીએ કે તેઓ બલ્ગેરિયન મહિલા દ્વારા કથિત બળાત્કારના કેસના ઘણા પાસાઓથી વાકેફ હોવા જોઈએ. માત્ર આ કેસ જ નહીં, પરંતુ કેશવ કુમાર ફાર્મા કંપની સાથેના અન્ય સુરક્ષા મુદ્દાઓથી વાકેફ હોવા જોઈએ. અમે સંપૂર્ણ તપાસ કરવા માંગીએ છીએ જેના માટે કેશવ કુમારને સમન્સ પાઠવવામાં આવ્યું છે,” અધિકારીએ જણાવ્યું કે કેશવ કુમારે તેમને ખાતરી આપી કે તેઓ બે દિવસમાં કોરાડિયા સમક્ષ હાજર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech