ભાટીયા ગ્રામ પંચાયતના બજેટ નામંજુર

  • March 25, 2023 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક એવા ભાટીયા ગ્રામ પંચાયતનું બજેટ ગઇકાલે મળેલી સામાન્ય સભામાં રજૂ થયું હતું, જેમાં સરપંચ હેમલતાબેન ભાંભીના અઘ્યક્ષસ્થાને મળેલી આ સભામાં ટીડીઓ સુરેન્દ્રસિંહ ચુડાસમા, તલાટી મંત્રી સરવૈયાભાઇ હાજર રહ્યા હતા, ર૦ર૩-૨૪ નું આ બજેટ મંજુર કરવા માટે રાખવામાં આવ્યું હતું, જેમાં કેટલાક ઠરાવો નામંજુર થતાં મિટીંગમાં ભારે ગરમાવો આવ્યો હતો અને અંતે આ બજેટ નામંજુર થયું હતું. આ મિટીંગમાં ૧૯ સભ્યો હાજર રહ્યા હતા, જેમાંથી ૧૧ સભ્યો એ અન્ય ઠરાવોમાં વિરોધ નોંધાવ્યો હતો અને આ બજેટ બહુમતીથી નામંજુર થતાં ભારે ગરમાવો આવ્યો હતો, આ અંગે ભાટીયામાં પણ અનેક તર્ક-વિર્તક થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application