જયેશ પટેલને લાવવા માટે કાનુની લડત ચાલી રહી છે : ડીજી વિકાસ સહાય

  • May 02, 2023 01:48 PM 

જયેશ પટેલને લાવવા માટે કાનુની લડત ચાલી રહી છે : ડીજી વિકાસ સહાય
ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય જામનગરના મહેમાન બન્યા છે, ત્યારે જામનગરની એસ.પી. કચેરીમાં તેઓની મુલાકાત દરમિયાન ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. આ વેળાએ રાજકોટ રેંજના આઈજી અશોક યાદવ ઉપસ્થિત રહ્યા હતા. આજે એસપી કચેરીના કોન્ફરન્સ હોલમાં તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને કાયદો વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, ત્યારબાદ પત્રકાર પરિષદમાં ક્રાઇમ કોન્ફરન્સને લગત વિગતો આપવામાં આવી હતી.



 જામનગરમાં ગઈકાલે ૧લી મે ના દિવસે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં થઈ હતી, જેના ભાગરૂપે  ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય  જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતો, આજે તેઓનું સવારે ૧૦.૪૫ વાગ્યે જામનગરની એસ.પી. કચેરીમાં આગમન થયું હતું. ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઑનર અપાયું હતું. અને લાલજાજમ બિછાવી તેઓને વિશેષરૂપે આવકારવામાં આવ્યા હતા.



 આ વેળાએ રાજકોટ રેન્જના અશોક યાદવ જિલ્લા પોલિસ વડા પ્રેમસુખ ડેલુ ઉપરાંત જામનગર જિલ્લાના સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને રાજ્યના પોલીસવડાને વિશેષ આવકાર અપાયો હતો. ત્યારબાદ તેઓએ એસ.પી. કચેરી ખાતે જામનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને વિસ્તૃત જાણકારી મેળવી હતી તેમજ કેટલાક નિર્દેશ કર્યા હતા.



એ પછી પત્રકારોને મળ્યા હતા અને રાજયના પોલીસવડા વિકાસ સહાયએ આ કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે ક્રાઇમ કોન્ફરન્સમાં રાજકોટ રેન્જ હેઠળના અલગ અલગ જીલ્લાની ક્રાઇમને લગત તેમજ કાયદો વ્યવસ્થા તથા પોલીસ વેલફેર અંગે જે કામગીરી થઇ છે અને થઇ રહી છે તેની વિગતો જાણીને આનંદ થયો છે, રેન્જની કામગીરી ખુબ જ સારી છે, ક્રાઇમ ક્ધટ્રોલ કરવા ઉંડાણપુર્વકની ચર્ચા કરાઇ છે અને કયા પ્રકારના ગુના બને છે, વધારે શું ઘ્યાન આપવાની જરૂરીયાત છે, છેલ્લા પાંચ વર્ષનું વિશ્ર્લેષણ કરીને સંક્ષેપની ચર્ચા થઇ છે તેમાં બે-ત્રણ મહત્વની બાબત જેમ કે રાજકોટ રેન્જ હેઠળના જીલ્લામાં શરીર સબંધીતનું વિશ્ર્લેષણ કરી સ્ટ્રેટેજીની બાબત નોંધી આ દિશામાં અસરકાર કામગીરી કરવા, તેમજ મિલ્કત સબંધી ગુના અટકાવવા માટે દરેક જીલ્લામાં જે આરોપી પકડાયા છે તમામનું લિસ્ટ તૈયાર કરી વોચ રાખવા અલગ પ્રકારની સ્કીમ તૈયાર કરીને કામ ચાલુ થયું છે, આરોપીઓ પર કોન્સટન્ટ નજર રહે તેની વ્યવસ્થા કરાઇ છે તેમજ આરોપી ગુનાખોરી ન આચરે તેની કાળજ રાખવી, ઉપરાંત રેન્જમાં પોલીસ વેલફેરમાં નિયમ મુજબ, યોગ્ય રીતે ઉપયોગ થાય, કોઇ ચુક ન થાય તેમજ સહાય, પ્રમોશન વિગેરે બાબતે ચર્ચા કરીને સમીક્ષા કરવામાં આવી છે. 



ડીજી વિકાસ સહાયે એક પ્રશ્ર્નના ઉત્તરમાં હતું કે, આરોપી જયેશ પટેલને ગુજરાત લાવવા  બાબતે અત્યારે કંઇ થઇ શકે નહીં, એ લોકો અપીલમાં ગયા છે અને ત્યાં કોર્ટનો આ બાબતે જે નિર્ણય આવશે એ પછી આગળની કાર્યવાહી થશે.



આગળ કહયુ હતું કે તાજેતરમાં સાયબર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી તેમાં સી ટીમને કાર્ડ આપવામાં આવેલ, જેમાં અવેરનેશના સુત્રો હતા અને અંદાજે ૮૦ હજાર સિનીયર સીટીજનોને સી ટીમ દ્વારા એ કાર્ડ  મારફત સુરક્ષા સેતુ અંતર્ગત કામ થયું છે, સાયબર ક્રાઇમના ગુના અટકાવવા સૌથી અગત્યનું અવેરનેશ છે અને સમાજના અમુક સેશન મુજબ અવેરનેશ ખુબ જ જરૂરી છે, પોલીસ મહેકમ વધારવાની પ્રક્રિયા દર વર્ષે થાય છે, ગત વર્ષે મોટી સંખ્યામાં મહેકમ વધારવાનું થયું છે, પોલીસ વિભાગમાં ઉત્સાહપૂર્વક અસરકારક કામગીરી થાય એ બાબતે ચર્ચાઓ થાય છે, ગંભીર અને ઓર્ગેનાઈઝડ ક્રાઇમમાં યોગ્ય તપાસ અને ફરીથી આવા ગુના ન બને એ માટેની કાર્યવાહી જરૂરી છે, અટકાયતી પગલા અસરકારરીતે લેવામાં આવે ઉપરાંત સીસી કેમેરા ફુટેજનું એનાલીસીસ થાય છે, આગળ કહયુ હતું કે એનડીપીએસના કેસની પણ અમોએ ચર્ચા કરી છે અને આ મામલે અવેરનેશ લાવવાની જરૂરીયાત છે, કોસ્ટલ એરીયામાં પાછલા દિવસોમાં પોલીસને એનડીપીએસ બાબતે સારી સફળતા મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application