પહેલવાનોના ધરણા ખતમ, તપાસ થાય ત્યાં સુધી બૃજભુષણ પદ પરથી રહેશે દૂર

  • January 21, 2023 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે કરી પ્રેસ કોન્ફરન્સ



ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રૃજભૂષણ શરણ સિંહપર યૌન શોષણના આરોપોને લઈને ધરણાં પર ઉતરેલા પહેલવાનોએ શુક્રવારે રાત્રે રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ચાર સભ્યોની કમિટિની રચના કરવામાં આવશે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, તપાસ પૂરી થાય ત્યાં સુધે ફેડરેશનના અધ્યક્ષ બ્રૃજભૂષણ શરણ સિંહનો પાવર સીઝ રહેશે. એટલે કે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓ પદ પરથી દૂર રહશે. આ સાથે જ બજરગ પુનિઆ ધરણાં સમા કરવાની જાહેરાત પણ કરી હતી.





કેન્દ્રીય રમત ગમત મત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક બાદ કહ્યું કે, આ મામલે એક નિરીક્ષણ સમિતિની રચના કરવામાં આવશે. સમિતિના લાગેલા આરોપીની નિષ્પક્ષ તપાસ કરશે. આ કમિટિમાં કોનણ સામેલ હશે એના નામોની જાહેરાત શનિવારના રોજ કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, કમિટિ ચાર અઠવાડિયામાં પોતાની તપાસ પૂરી કરશે. કમિટિ ભારતીય કુસ્તસંઘના પ્રમુખ અને બાકી લોકોની ઉપર લગાવવામાં આવેલા આરોપોની  ઐંડાણપૂર્વક તપાસ કરશે. તપાસ પૂરી થયા ત્યાં સુધી બ્રૃજભૂષણ શરણ સિંહ પોતાના પદ પરથી દૂર રહશે. તેઓ તપાસમાં સામેલ થશે.





પહેલવાન બજરગં પુનિયાએ અનરાગ ઠાકુરના આશ્વાસન બાદ ધરણાં સમા કરવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે, રમત ગમત મંત્રીએ અમારી માગોને સાંભળી છે અને અમને સુરક્ષાનું આશ્વાસન પણ આપ્યું છે. પુનિયાએ કહ્યું કે, અમને વિશ્વાસ છે કે નિષ્પક્ષ તપાસ થશે. અમે તેમનો આભાર માનીએ છે અને ધરણાં ખતમ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે મિટિંગ સાંજે સાત વાગ્યાથી ચાલી રહી હતી અને મોડી રાત્રે ખતમ થઈ હતી. એ પછી સંયુકત પ્રેસ કોન્ફરન્સ કરીને અનુરાગ ઠાકુરે પહેલવાનોને નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું હતું.




આ પહેલાં ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રૃજભૂષણ શરણ સિંહે પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરી નાખી હતી. તેઓએ પ્રેસ કોન્ફરન્સથી મીડિયા સાથે વાતચીત કરી હતી. સિંહે પોતાના ઉપર લાગેલા આરોપો પર કહ્યું કે, હત્પં જો મોં ખોલીશ તો તોફાન આવી જશે. તેઓએ કહ્યું કે, હત્પં આ પદ પર કોઈની દયાથી નથી બેઠો. મને જનતાએ ચૂંટીને મોકલ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application