ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની એક ખેલાડી તરીકેની છેલ્લી સીઝન હોઈ શકે છે. ધોનીએ આ સિઝનમાં રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 46મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું અને આ સાથે IPL 2024 પોઈન્ટ ટેબલમાં ટોપ-3માં સામેલ થઇ ગઈ છે. CSKના ચાહકો માટે ધોની કોઈ ભગવાનથી ઓછો નથી, CSKના ચાહકો ધોનીને થાલા એટલે કે લીડર તરીકે બોલાવે છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ CSKએ પાંચ IPL ટાઇટલ જીત્યા છે. IPL 2024માં ધોની કેપ્ટન નથી, તેણે સિઝનની શરૂઆતમાં રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી હતી. સીએસકેના ચાહકો ધોની માટે કોઈ પણ દીવાના જેવી હરકતો કરે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આવા જ એક ફેનનું પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
મેચ જોવા આવેલા સીએસકેના એક પ્રશંસકે પોસ્ટરમાં લખ્યું હતું, 'મેં મારી ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું કારણ કે તેના નામમાં 7 અક્ષરો નહોતા.' ધોનીની જર્સી નંબર સાત છે, આ સિવાય તેનો જન્મદિવસ પણ 7 જુલાઈએ છે. ધોનીનું નંબર 7 સાથેનું કનેક્શન ખૂબ જ ઊંડું છે અને એક ચાહકનું તેની ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થતા જોઈને બધા મૂંઝવણમાં પડી ગયા હતા કારણ કે તેના નામમાં સાત અક્ષર નથી. આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech