બામણબોર જીઆઇડીસીમાં આવેલા કારખાનામાંથી ચાર લાખનો સામાન ચોરી થયાની એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.એલસીબી ઝોન–૧ ની ટીમે બેટી રામપરામાં આવેલા ભંગારના ડેલામાંથી ચોરીના સામાન સાથે ભંગારના ધંધાર્થી અને રિક્ષાચાલકને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.રિક્ષાચાલક અને તેના પિતા અગાઉ આ કારખાનામાં કામ કરતા હોય જે સયમનો તેમનો પગાર બાકી હોય પૈસા વસૂલવા માટે રિક્ષાચાલકે અહીંથી સામાનની ચોરી કરી ભંગારના ધંધાર્થીને આ સામાન વેચી દીધો હતો.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં સોમવિલા બંગ્લોઝમાં રહેતા નિરજભાઈ ચુનીભાઈ વાઘેલાના બામણબોર જીઆઈડીસીમાં આવેલા ઋષિ પેટ્રો કેમ નામના સેલોટેપ બનાવવાના કારખાનામાં ત્રાટકેલા તસ્કરો ા. ચાર લાખનો સામાન ચોરી કરી ગયાની એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદમાં નિરજભાઇએ જણાવ્યું હતું કે, તેના કારખાનામાં ચાર ડીરેકટર છે. એકાદ વર્ષ પહેલા આ કારખાનું ખરીદ કયુ હતું. ત્યારથી તે બધં હાલતમાં છે. દસ–પંદર દિવસે તેના માણસો કારખાનામાં આટો મારવા આવતા હતા. ગઇ તા. ૨ ડિસેમ્બરના રોજ તે અને જતીનભાઈ કારખાને આવ્યા હતા. તે વખતે બધું હેમખેમ હતું. બાદમાં અમદાવાદ જતા રહ્યા હતાં.બાદમાં તા. ૩ના રોજ સવારે તે અને હરીનભાઈ ઉપરાંત જતીનભાઈ એમ ત્રણેય ડીરેકટરો કારખાને આવ્યા હતાં. જોયું તો પાછળના શટરનુ તાળું તૂટેલું જોવા મળ્યું હતું. અંદર તપાસ કરતાં સેલોટેપનું મશીન, તેના પાર્ટસ, ઇલેકટ્રીક પેનલના ડ્રાઇવ સાથેનો સામાન, ત્રણ ઇલેકટ્રીક મોટરો ગાયબ હતા.જેથી એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીની આ બનાવને લઇ એલસીબી ઝોન–૧ ના પીએસઆઇ બી.વી.બોરીસગારની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન હેડ કોન્સ.વિજેન્દ્રસિંહ ઝાલા અને જીતુભા ઝાલાને મળેલી બાતમીના આધારે બેટી રામપરા ગામમાં એકતા એકતા મેટલ નામના ભંગારના ડેલામાંથી કારખાનામાંથી ચોરી થયેલા સામાન સાથે ગોવિંદ નાભા રાબા(ઉ.વ ૩૨ રહે. બામણબોર જીઆઇડીસી) અને અલી ઇકબાલભાઇ ગોગદા(ઉ.વ ૨૦ રહે. ઘાંચીવાડ ચોટીલા) ને ઝડપી લીધા હતાં.પોલીસે આરોપીઓ પાસેથી કારખાનામાંથી ચોરી થયેલો સામાન કિ. ૪લાખ એક મોબાઇલ અને રિક્ષા સહિત કુલ . ૫.૦૩ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે જણાવ્યું હતું કે,આરોપી ગોવિંદ અને તેના પિતા નાભા અગાઉ આ કારખાનામાં ચોકીદારી કરતા હતાં.બાદમાં ધંધામાં ખોટ જતા કારખાનું બધં થઇ ગયું હતું.જે તે સમયે તેમનો પગાર બાકી હતો.જે પૈસા વસૂલવા માટે ગોવિંદે રિક્ષા લઇ કારખાનામાંથી સામાનની ચોરી કરી આ સામાન ભંગારના ડેલાવાળા અલીને વેચી દીધો હતો.જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech