વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકાના જુવાનપુર માધ્યમિક શાળાની લાઇબ્રેરીમાં એક અનોખું આકર્ષણ જોવા મળ્યું છે. કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ડી. ખાણધર દ્વારા બનાવવામાં આવેલા પુસ્તકો વિષયક અદભુત પેઇન્ટિંગ બનાવ્યા છે. આ દિવસની શરૂઆત ૨૩ એપ્રીલ ૧૯૯૫ માં દ્વારા કરવામાં આવી હતી. અહીંની લાયબ્રેરીમાં બનાવેલી આ સુંદર વોલ પેઇન્ટિંગ દરેક વિદ્યાર્થીને પુસ્તકો તરફ આકર્ષે છે, વાંચવાની પ્રેરણા આપે છે.