જાપાની વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પર જાહેર સભામાં બોમ્બ ફેકાયો, પોલીસે એકની કરી અટકાયત

  • April 15, 2023 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા પર બંદરની મુલાકાત દરમિયાનની સભામાં હુમલો કરવામાં આવ્યો છે. આજે સવારે ફ્યુમિયો કિશિદા પશ્ચિમ જાપાનના બંદરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. નોંધનીય છે કે, હજુ થોડા મહિનાઓ પહેલા જ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેની આવી જ રીતે જાહેર સભામાં હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમનું મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ જ્યારે તેઓ વાકાયામામાં પ્રવાસ પર હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો. તેઓ ભાષણ શરૂ કરે તે પહેલા જ હુમલો થયો હતો. હાલ સુરક્ષા દળોએ હુમલાખોરને પકડી લીધો છે. 


સૂત્રો મુજબ એક જોરદાર અવાજ સંભળાયો. આ ઘટના બાદ કિશિદાને તુરંત સુરક્ષા જવાનો દ્વારા કવર કરી લેવામાં આવ્યા હતા  દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. ન્યૂઝ ફૂટેજમાં અધિકારીઓ એક માણસને રોકતા અને લઈ જતા બતાવે છે. જ્યારે આસપાસના વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા હતા. કિશિદા પશ્ચિમી જાપાની શહેરમાં ફિશિંગ બંદરનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે ભાષણ પણ આપવાનું હતું.


ઉલ્લેખનીય છે કે હજુ ગયા મહીને જ ફ્યુમિયો કિશિદા ભારતની મુલાકાતે આવ્યા હતા. જાપાનના વડાપ્રધાન પર આ પ્રકારનો હુમલો ખૂબ જ ચિંતાનો વિષય છે. આ સાથે તેમની સુરક્ષા પર પણ સવાલો ઉભા થાય છે. કારણ કે ગયા વર્ષે જ પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભાષણ દરમિયાન ગોળી વાગી હતી. શિન્ઝો આબેના મૃત્યુએ જાપાન સહિત સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. શિન્ઝો આબે પર હુમલા બાદ આ પ્રકારનો હુમલો દર્શાવે છે કે જાપાનના રાજનેતાઓ પરનો ખતરો ટળ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application