એક જ મહિનામાં બીજી વાર કાબુલમાં થયો બોમ્બ બ્લાસ્ટ, વિદેશ મંત્રાલય પાસે થયેલા બ્લાસ્ટમાં ૨૦ના મૃત્યુ, અનેક ઘાયલ

  • January 12, 2023 01:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનના કાબુલમાં વિદેશ મંત્રાલયના ગેટ પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે. આ બોમ્બ બ્લાસ્ટ આજે બપોરે થયો હોવાના સમાચાર છે. સૂત્રો અનુસાર, વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. કાબુલ સિક્યોરિટી એજન્સીના પ્રવક્તા ખાલિદ ઝદરાને ટ્વીટ કરીને વિસ્ફોટની પુષ્ટિ કરી છે.


સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં પીડિતોના મૃતદેહ રસ્તા પર દેખાય છે. અત્યાર સુધી, કોઈપણ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. ખાલિદ ઝદરાને કહ્યું કે સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


વિસ્ફોટનો ભોગ બનેલા લોકોને કાબુલમાં વિદેશ મંત્રાલયની નજીકની ઈમરજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે, જેમને બ્લાસ્ટમાં નુકસાન થયું છે.આ જ મહિનામાં અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. એરપોર્ટ પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં લગભગ 10 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. તાલિબાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ માહિતી આપી હતી કે અબ્દુલ નફી ટકકુરે કહ્યું હતું કે વિસ્ફોટ આર્મી એરપોર્ટના મુખ્ય દરવાજા પાસે થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application