બોર્ડની પરીક્ષાનો પ્રારંભ : રાજકોટમાં પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક, મોં મીઠું કરી સ્વાગત, કલેકટર અને SPએ પરીક્ષાર્થીઓને કહ્યું, "All the best"

  • March 14, 2023 04:59 PM 

આજે સમગ્ર રાજ્યમાં ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટમાં આજે ન્યુ એરા સ્કૂલ ખાતે ધો.10ના બોર્ડની પરીક્ષાર્થીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક, પેન અને મોં મીઠું કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષક પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા અને પરીક્ષા સ્ટ્રેસ ફ્રી આપવા માટેની વિનંતી કરી હતી.

 આજથી ધો.10 અને ધો. 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષાઓનો રાજકોટ જિલ્લા અને શહેરમાં પ્રારંભ થયો છે. તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપી શકાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા અને શુભેચ્છા પાઠવવા શાળાઓ ખાતે મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારશે. જેમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ શહેરની ન્યુ એરા સ્કૂલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લામાં એસ.એસ.સી ધો.10ના કુલ 47610 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહના 7660 તેમજ સામાન્ય પ્રવાહના 28380 એમ કુલ 83650 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application