રાજકોટ જિલ્લાના ૨૯૧૬ બ્લોકમાં બોર્ડની પરીક્ષા લેવાશે : ૨૪ કલાક પૂર્વે કંટ્રોલરૂમ શરૂ થશે

  • March 03, 2023 11:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તારીખ ૧૪ મી થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષા શ થવા જઈ રહી છે ત્યારે આજે શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં રાજકોટ જિલ્લાની બોર્ડની પરીક્ષાનો એકશન પ્લાન કલેકટર અણ મહેશ બાબુ અને જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા ની હાજરીમાં રજૂ કરવામાં આવ્યો હતો.





તારીખ ૧૪ માર્ચથી બોર્ડની પરીક્ષા શ થશે જેના ૨૪ કલાક પૂર્વે કરણસિંહજી હાઇસ્કુલ ખાતે જિલ્લાનો કંટ્રોલમ શ કરવામાં આવશે. કુલ ૨૯૧૬ બ્લોક અને ૩૧૯ બિલ્ડીંગ માં પરીક્ષા લેવામાં આવશે.
જલ્લાના ૮૪ હજાર જેટલા વિધાર્થીઓ માટે શિક્ષણ વિભાગ અને વહિવટી તત્રં દ્રારા તૈયાર કરાયેલો એકશન પ્લાન મુકવામાં આવ્યો હતો.





જિલ્લામાં યોજાનારી માર્ચ–૨૦૨૩ની એસએસસીઅને એચએસસી પરીક્ષાના સફળ સંચાલન માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોર અને મંત્રી પ્રફુલભાઇ પાનેશેરિયાના માર્ગદર્શન હેઠળ વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેકટર અણ મહેશ બાબુ, પોલીસ અધીક્ષક જયપાલસિંહ રાઠોર, જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર કલેકટર અણ મહેશ બાબુએ આ વિડીયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે ,જિલ્લામાં ૩૨૦ જેટલા સેન્ટર છે, જે પૈકી ૨૯૧૬ બ્લોક છે અને ૮૪ હજાર જેટલા વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. ૯ સંવેદનશીલ કેન્દ્રો છે. તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પી.જી.વી.સી.એલ. દ્રારા પાવર મેનેજમેન્ટ, એસ.ટી વિભાગ દ્રારા વાહન વ્યવસ્થા, પોલીસ તત્રં દ્રારા ટ્રાફિક નિયંત્રણ અને ક્રાઉડ મેનેજમેન્ટ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.





ગરમીના દિવસો હોવાના કારણે તમામ સ્કુલો ખાતે પાણીની અને વિધાર્થીઓને પ્રિ–એકઝામ અને પોસ્ટ–એકઝામ સ્ટ્રેસ કાઉન્સેલીંગની વ્યવસ્થા કરવા સહિતની તમામ સુચનાઓ કલેકટર દ્રારા આપવામાં આવી હતી તેમજ રાજકોટના કેળવણીકારો, આચાર્યઓ સાથે થયેલ ચર્ચાઓ તેમજ ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ તેમજ અન્ય બાબતોને લક્ષમાં લઈ જાહેર પરીક્ષાઓના સુચા સંચાલન માટે માર્ચ–૨૦૨૩ પરીક્ષાનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.





રાજકોટ જિલ્લામાં ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષાના – સામાન્ય પ્રવાહ  વિજ્ઞાન પ્રવાહના ૦૫ ઝોન અને માધ્યમિક પરીક્ષા–૦૫ ઝોન રાખવામાં આવ્યા છે. એચ.એસ.સી પરીક્ષાની ૦૩ ઝોનની ઝોનલ કચેરી – કરણસિંહજી હાઈસ્કુલ, રાજકોટ સામાન્ય પ્રવાહવિજ્ઞાન પ્રવાહની ૧ ઝોનની ઝોનલ કચેરી– ભગવતસિંહજી હાઈસ્કુલ, ધોરાજી અને સામાન્ય પ્રવાહવિજ્ઞાન પ્રવાહની ૦૧ ઝોનની ઝોનલ કેચેરી મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે.




એસ.એસ.સી પરીક્ષાની ૧ ઝોનની ઝોનલ કચેરી  જી. ટી. ગલ્ર્સ હાઈસ્કૂલ,રાજકોટ અને ૦૨ ઝોનની ઝોનલ કચેરી  બાઈ સાહેબબા ગલ્ર્સ હાઈ.,રાજકોટ તથા ૦૧ ઝોનની ઝોનલ કચેરી – ભગવતિસંહજી હાઈસ્કૂલ, ધોરાજી અને ૦૧ ઝોનનો ઝોનલ કચેરી  મોડેલ સ્કુલ, જસદણ ખાતે નિર્ધારીત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application