BREAKING NEWS

જામનગર : કોંગ્રેસનો ગઢ તૂટ્યો, કોંગી શહેર પ્રમુખ દિગુભા જાડેજા પરાજિત; ભાજપની પેનલનો શાનદાર વિજય

  • April 28, 2026 11:45 AM 

જામનગરમાં ભાજપે રચ્યો ઇતિહાસ, લઘુમતી બહુલ વોર્ડમાં ક્લીન સ્વીપથી કોંગ્રેસને ભારે ઝાટકો


કોંગ્રેસનો ગઢ તૂટ્યો, કોંગી શહેર પ્રમુખ દિગુભા જાડેજા પરાજિત; ભાજપની પેનલનો શાનદાર વિજય


જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપ માટે ઐતિહાસિક પરિણામ સામે આવ્યું છે. ખાસ કરીને લઘુમતી બહુલ માનવામાં આવતા વોર્ડમાં ભાજપે પ્રથમ વખત ક્લીન સ્વીપ નોંધાવી મોટી રાજકીય હલચલ મચાવી છે.


આ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસનો મજબૂત દબદબો રહ્યો હતો અને ભાજપ અહીં પોતાનું ખાતું પણ ખોલાવી શકતું નહોતું. પરંતુ આ વખતની ચૂંટણીમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મતદારોમાં ભાજપ તરફ ભારે ઝોક જોવા મળ્યો હતો, જેના પરિણામે આખી પેનલ વિજેતા બની છે.


આ વોર્ડમાં જામનગર શહેર કોંગ્રેસના  પ્રમુખ દિગુભા જાડેજા પોતે મેદાનમાં ઉતર્યા હતા. લઘુમતી વિસ્તાર હોવાને કારણે તેઓ આ સીટને સુરક્ષિત માનતા હતા, પરંતુ પરિણામે તેમને કરારી હારનો સામનો કરવો પડ્યો છે.


ભાજપની આ જીતને મોટા અપસેટ તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માટે આ પરિણામ ભારે ઝાટકા સમાન છે. સમગ્ર શહેરમાં આ પરિણામ ચર્ચાનો વિષય બન્યું છે, અને ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application