બિલ ગેટ્સે ભારત આવી સ્મૃતિ ઈરાની સાથે બનાવી ખીચડી, વીડિયો થયો વાયરલ

  • March 04, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિલ ગેટ્સ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે. માઈક્રોસોફ્ટના માલિક અને 'ગેટ્સ ફાઉન્ડેશન ઈન્ડિયા'ના કો-ચેરમેન અને ટ્રસ્ટી બિલ ગેટ્સને સ્મૃતિ ઈરાની સાથે ખીચડી બનાવતા જોઈને સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં જ બિલ ગેટ્સ મુંબઈમાં એક કાર્યક્રમમાં આવ્યા હતા અને 'પોષણ અભિયાન'માં ભાગ લીધો હતો.

સ્મૃતિ ઈરાનીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર બિલ ગેટ્સ સાથે આ અભિયાનનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બિલ ગેટ્સ સ્મૃતિ ઈરાની સાથે ખીચડી બનાવી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરીને સ્મૃતિએ કેપ્શનમાં લખ્યું છે કે, “ભારતના સુપર ફૂડ અને તેના પોષક તત્વોને ઓળખી રહ્યા છીએ. બિલ ગેટ્સનો આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application