Bigg Boss 16: શોમાં એન્ટ્રી થશે ફરાહ ખાનની, સાજિદ ખાનના લેવાશે ક્લાસ ?

  • January 08, 2023 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશના સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 16 માં ફેમેલી વિકેન્ડની શરૂઆત થાય તે પહેલાં, ચાહકો ઘરના સભ્યોને તેમના પ્રિયજનોને મળતા જોવા માટે ઉત્સાહિત છે. શોમાં કોણ આવી રહ્યું છે તેનો ખુલાસો શોના પાછલા એપિસોડમાં થઈ ચૂક્યો છે. આ વખતે એક મોટી સેલિબ્રિટી પણ સ્પર્ધક તરીકે શોમાં ભાગ લઈ રહી છે.

સાજિદ ખાન પણ આ શોનો એક ભાગ છે, તો શું તેના પરિવારના સભ્યો પણ ફેમિલી વીકએન્ડ પર બિગ બોસમાં જોવા મળશે? શોની પાર્ટ ટાઈમ હોસ્ટ ફરાહ ખાન તેના ભાઈ સાજિદ ખાનને મળવા માટે શોમાં એન્ટ્રી કરતી જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફરાહ ખાન ખરેખર આ શોમાં દેખાશે. રિપોર્ટ્સનું માનીએ તો ફરાહ પરિવારના સભ્યો સાથે મસ્તી કરતી જોવા મળશે.

તે શિવ ઠાકરેને કહેતી જોવા મળશે કે અબ્દુ રોજિક, સાજિદ ખાન અને એમસી સ્ટેનના કારણે લાગે છે કે તેને ત્રણ ભાઈઓ મળી ગયા છે. તે પ્રિયંકા ચૌધરીને ઘરની 'દીપિકા પાદુકોણ' પણ કહેશે. તે ઘરના સભ્યો માટે અબ્દુ રોજિક માટે પુલાવ, ખાટા બટાકા, યાખની પુલાઓ અને બર્ગર સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ પણ લાવશે. ખાન ભાઈ-બહેન વચ્ચે શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application