પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો, 10 મીટર પિસ્તલ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી સરબજોત અને અર્જુન બહાર

  • July 27, 2024 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ફ્રાન્સની રાજધાની પેરિસમાં શુક્રવારે એક શાનદાર અને ઐતિહાસિક ઉદઘાટન સમારોહ સાથે ઓલિમ્પિક ગેમ્સનો પ્રારંભ થયો છે. આ ગેમ્સના પ્રથમ દિવસે ભારતીય ખેલાડીઓ પોતાનો પડકાર રજૂ કરવા મેદાનમાં ઉતર્યા હતા. આ ઓલિમ્પિકમાં બીજા દિવસે એટલે કે શનિવારે મેડલ રેસ શરૂ થઈ છે. ત્યારે આજે ગેમ્સ દરમ્યાન ભારતને એક મોટો ઝટકો મળ્યો છે. જેમાં 10 મીટર પિસ્તલ ક્વોલિફાઈંગ રાઉન્ડમાંથી બે ખેલાડીઓ સરબજોત અને અર્જુન બહાર થઈ ગયા છે.  



 સરબજોત સિંઘ ઓછા માર્જિનથી છેલ્લું સ્થાન ચૂકી ગયો


ઓલિમ્પિકની શરૂઆત ભારત માટે સારી રહી ન હતી. આ ગેમ્સ દરમ્યાન ભારતીય શૂટર્સ સરબજોત સિંઘ અને અર્જુન સિંહ ચીમા 10 મીટર મેન્સ એર પિસ્તલની ક્વોલિફિકેશન ઈવેન્ટમાંથી બહાર થઈ ગયા છે.  સરબજોત સિંઘ ઓછા માર્જિનથી છેલ્લું સ્થાન ચૂકી ગયો છે. 6 સેટની ક્વોલિફાઈંગ ઈવેન્ટમાં સરબજોત 577 પોઈન્ટ સાથે 9માં સ્થાને અને જર્મન શૂટર બંને સમાન પોઈન્ટ (577) પર ટાઈ થયા હતા. આ ઉપરાંત અર્જુન સિંહ ચીમા 18માં સ્થાને રહી પુરુષોના પિસ્તોલ રાઉન્ડમાંથી બહાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application