રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા આજે મૃતકોના પરિવારજનોને પ્રત્યેક મૃતક દીઠ રૂ.૧૫ લાખ અને પ્રત્યેક ઇજાગ્રસ્તને રૂ.૨ લાખની સહાયના ચેક ચુકવવામાં આવ્યા હતા. ગત તા.૧૬-૪-૨૦૨૫ને બુધવારના રોજ ઇન્દિરા સર્કલ પાસે સિટી બસથી થયેલ અકસ્માતના કારણે ચાર વ્યક્તિઓ મૃત્યુ પામેલ હતા. આ દુ:ખદ ઘટનાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ.૧૫ લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ.૨ લાખની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
મહાપાલિકા દ્વારા આ દુ:ખદ અને ગંભીર ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી, આજ તા.૧૯-૪-૨૦૨૫ને શનિવારના રોજ મૃતકો (૧) રાજુભાઇ મનુભાઇ ગીડા (૨) સંગીતાબેન ધનરાજભાઇ ચૌધરી (૩) બાલો ઉર્ફે ચિન્મયભાઇ હર્ષદભાઇ ભટ્ટ (૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડના પરિવારજનોને રૂ.૧૫ લાખની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશીએ મૃતકોના નિવાસ સ્થાને રૂબરૂ મુલાકાત કરી, પરિવારજનોને સહાયના ચેક અર્પણ કરી દિલાસો વ્યક્ત કર્યો હતો. મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા મૃતકોના પરિવારજનોને આશ્વાસન અને દિલાસો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા સંબંધી કોઇપણ કામ પડે તો રાજકોટ મહાપાલિકાના દરવાજા આપના માટે ખુલા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech