લોકોને મોટી રાહત, ગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો

  • August 29, 2023 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર મોંઘવારીમાંથી રાહત આપવાની તૈયારી કરી રહી છે. મોંઘવારી રોકવા માટે એક મોટું પગલું ભરતા સરકારે ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 


ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયા સુધીનો ઘટાડો કરાયો છે. આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે. સબસિડી વગરના ગેસ સિલિન્ડર પર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે નહીં. કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 200 રૂપિયા સુધીની સબસિડીને મંજૂરી આપી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2023 ના રોજ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચી પરથી કહ્યું હતું કે, સરકારે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ઘણા નિર્ણયો લીધા છે અને આગામી દિવસોમાં વધુ નિર્ણયો લેશે.  એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાનો નિર્ણય તેમાંથી એક નિર્ણય છે. સરકારના આ નિર્ણયને પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અને આગામી વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે.


હાલમાં દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના 9.58 કરોડથી વધુ લાભાર્થીઓ છે. આજની તારીખમાં, સામાન્ય લોકોને બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડર રિફિલ કરવા માટે 1103 રૂપિયા ખર્ચવા પડે છે. સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રાહત આપી છે. પરંતુ જે લોકો આ સ્કીમ સિવાય અન્ય સિલિન્ડર રિફિલ કરશે તેમને LPG સિલિન્ડર રિફિલ કરવા માટે 1103 રૂપિયા ખર્ચવા પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application