બ્રિજ ભૂષણ સિંહને મળી મોટી રાહત, 1000 પાનાની ચાર્જશીટમાં POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ

  • June 15, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચીફ બ્રિજભૂષણ શરણ સિંહ પર તેમના યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી અને આજે તેણે આજે [15 જૂન] રાઉસમાં આ આરોપો પર પોતાનો 1000 પાનાનો રિપોર્ટ દાખલ કર્યો છે.

બીજી તરફ પોક્સો કેસમાં બ્રિજ ભૂષણ શરણ સિંહને મોટી રાહત મળતી જોવા મળી રહી છે. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં POCSO કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો છે. આ રિપોર્ટમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે આ કેસમાં તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, તેથી અમે આ કેસની તપાસ બંધ કરી રહ્યા છીએ. પોલીસ રિપોર્ટની નોંધ લેતા કોર્ટે કેસની આગામી સુનાવણી 4 જુલાઈના રોજ નિયત કરી છે.


આ પહેલા દિલ્હી પોલીસે પાંચ દેશોના રેસલિંગ ફેડરેશનને નોટિસ પાઠવી છે. આ નોટિસ દ્વારા દિલ્હી પોલીસે કુસ્તી સંગઠનો પાસેથી સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતી માંગી છે. દિલ્હી પોલીસ આ સીસીટીવી ફૂટેજ અને માહિતીનો ઉપયોગ કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસમાં કરશે.


અહેવાલ મુજબ, કુસ્તીબાજોએ 21 એપ્રિલના રોજ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણી એફઆઈઆરમાં આરોપ લગાવ્યો હતો કે તેમને ઈન્ડોનેશિયા, બલ્ગેરિયા, કિર્ગિસ્તાન, મંગોલિયા અને કઝાકિસ્તાનમાં હેરાન કરવામાં આવ્યા હતા.


તાજેતરમાં, દિલ્હી પોલીસ દ્વારા કુસ્તીબાજો પાસેથી જાતીય સતામણીનો પુરાવો માંગવા પર રાજકીય યુદ્ધ ફાટી નીકળ્યું હતું. એવા સમાચાર હતા કે દિલ્હી પોલીસે બે મહિલા કુસ્તીબાજો પાસે ભાજપના સાંસદ દ્વારા જાતીય સતામણીનો પુરાવો માંગ્યો હતો. 11 જૂનના રોજ, 6માંથી 4 મહિલા કુસ્તીબાજોએ આરોપો સંબંધિત પુરાવા તરીકે પોલીસને ઓડિયો અને વિડિયો સોંપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application