છત્તીસગઢમાં મોટું ઓપરેશન, 8 કલાકમાં 13 નક્સલવાદી ઠાર મરાયા

  • April 03, 2024 07:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

છત્તીસગઢમાં લોકસભાની ચૂંટણી પહેલા જ નક્સલવાદીઓને મોટો ઝટકો લાગ્યો છે. નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ 8 કલાકના એન્કાઉન્ટર બાદ 13 નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોને આ વિસ્તારમાં કુખ્યાત નક્સલવાદી પાપા રાવની હાજરી વિશે ઈનપુટ મળ્યા હતા, ત્યારબાદ ડીઆરજી, એસટીએફ, કોબ્રા અને સીઆરપીએફની સંયુક્ત પાર્ટી બીજાપુરના ગંગાલુર પોલીસ સ્ટેશનમાં શોધખોળ માટે નીકળી હતી. એન્કાઉન્ટર બાદ ઘટના સ્થળની તપાસ દરમિયાન 3 મહિલા માઓવાદીઓ સહિત કુલ 13 માઓવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે.


પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે બીજાપુર જિલ્લાના ગંગાલુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લેન્દ્રા ગામના જંગલમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ એક મહિલા નક્સલવાદી સહિત 10 નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી રહ્યું હતું. આજે સવારે જ્યારે આ વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું ત્યારે વધુ ત્રણ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.


પોલીસ અધિકારીએ જણાવ્યું કે દર વર્ષે માર્ચ અને જૂન વચ્ચે ઉનાળાની ઋતુમાં નક્સલવાદીઓ તેમની ગતિવિધિઓ વધુ તીવ્ર બનાવે છે. આ સમયગાળા દરમિયાન, બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળો પર મોટી સંખ્યામાં હુમલા થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ પહેલા 27 માર્ચે બીજાપુરના બાસાગુડા વિસ્તારમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં છ નક્સલીઓને ઠાર કર્યા હતા. બીજાપુર જિલ્લો બસ્તર લોકસભા મતવિસ્તારમાં છે જ્યાં પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application