અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક બંધ ફ્લેટમાં ATS અને DRIએ દરોડો પાડીને અંદાજે 95.5 કિલો સોનું અને 60 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. પૂર્વ બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડાથી શહેરભરમાં ખળભળાટ મચી ગયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટ અને નજીકના એક બંગલામાં ગુજરાત ATS અને DRIની ટીમે સંયુક્ત રીતે રેડ કરી હતી. ATSના અધિકારીએ જણાવ્યું કે બાતમીના આધારે સેન્ટ્રલ એજન્સી સાથે મળીને રેડ કરતાં મોટા પ્રમાણમાં સોનાનો જથ્થો મળી આવ્યો છે. પાડોશીઓએ પણ આ બંધ ફ્લેટમાં અનેક લોકોની અવરજવર અંગે જાણ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ આ ફ્લેટ મેઘ શાહ અને મહેન્દ્ર શાહનો છે, જેઓ શેરબજારના ઓપરેટર હોવાનું માનવામાં આવે છે. ATS અને DRI હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે અને સોના અને રોકડના સ્ત્રોત અંગે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આટલા મોટા પ્રમાણમાં સોનું અને રોકડ મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાલપુરના નાંદુરી ગામે હત્યા મામલે પોલીસ અધિકારીની પ્રતિક્રિયા
May 16, 2025 12:34 PMઅમિત ખુંટ આપઘાત પ્રકરણમાં જેલ હવાલે રહેલા બન્ને એડવોકેટ જામીન મુકત
May 16, 2025 12:32 PM17 મે ની પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ
May 16, 2025 12:24 PMલાલપુરના નાંદુરી સીમમાં ખેડુત વૃઘ્ધનું ઢીમ ઢાળી દીધુ
May 16, 2025 12:18 PMસિકકામાં શ્રમિક યુવાનને ધોકા-ઢીકાપાટુ વડે માર માર્યો
May 16, 2025 12:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech