નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ દોઢ મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. બોઈંગ સ્ટારલાઈનરમાં ખામીને કારણે બંને અવકાશયાત્રીઓ હજુ સુધી પરત ફરી શક્યા નથી. હવે આ દરમિયાન અવકાશયાત્રીઓ વિશે સારા સમાચાર આવ્યા છે. નાસા અને બોઇંગ એન્જિનિયરોએ સ્ટારલાઇનર સ્પેસશીપના થ્રસ્ટરનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે. નાસા અને બોઇંગ અવકાશયાનની પરત ફરવાની યોજના તૈયાર કરવા માટે આ પરીક્ષણોની રાહ જોઈ રહ્યા હતા.
ગત સપ્તાહના અંતમાં આપવામાં આવેલ અપડેટમાં જણાવાયું હતું કે, 'સ્ટારલાઇનર રિએક્શન કંટ્રોલ સિસ્ટમ થ્રસ્ટરનું ગ્રાઉન્ડ ટેસ્ટિંગ ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેન્ડ્સ ટેસ્ટ ફેસિલિટી ખાતે પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે ટીમોનું ફોકસ ડેટા રિવ્યુ પર છે. અવકાશયાન 5 જૂને સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર લઈ ગયું હતું. અવકાશયાત્રીઓનું આ મિશન માત્ર આઠ દિવસનું હતું. બોઇંગ સ્ટારલાઇનરની આ પ્રથમ ઉડાન હતી.
5 જૂને સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર સ્ટારલાઈનર અવકાશયાનમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા હતા. બંને ત્યાં એક સપ્તાહ રોકાયા બાદ કામ પૂરું કરીને પાછા ફરવાના હતા, પરંતુ સ્પેસક્રાફ્ટમાં હિલિયમ લીક અને થ્રસ્ટરમાં ખરાબીને કારણે તેમનું પરત ફરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. બંને અવકાશયાત્રીઓ છેલ્લા દોઢ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રોકાયા છે. એન્જીનિયરો અવકાશયાનમાં રહેલી ખામીઓને દૂર કરવામાં અને તેને પરત કરવાની તૈયારીમાં વ્યસ્ત હતા.
અપડેટમાં જણાવે છે કે, થ્રસ્ટરની નિષ્ફળતાનું નિરીક્ષણ કરવાનું હતું જેથી ટીમો સમજી શકે કે શા માટે કેટલાક થ્રસ્ટર્સે ફ્લાઇટ દરમિયાન કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ સાથે, એ પણ જાણવાનું હતું કે તે થ્રસ્ટર્સનો ફરીથી ઉપયોગ કરવાથી બાકીના ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ પર શું અસર પડી શકે છે?
70 કલાક હિલીયમ
થ્રસ્ટર્સને નિયંત્રિત કરતી હિલીયમ ટેન્ક અવકાશયાનના પ્રક્ષેપણ પહેલા લીક થઈ રહી હતી. જેના કારણે લોન્ચિંગમાં વિલંબ થયો હતો. ગત મહિને અધિકારીઓએ કહ્યું હતું કે, અવકાશયાનમાં 70 કલાક હિલિયમ છે, જ્યારે તેના પરત ફરવા માટે માત્ર 7 કલાક હિલિયમની જરૂર છે.
આ મહિનાની શરૂઆતમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, જો જરૂર પડે તો અવકાશયાન હજી પણ પરત ફરી શકે છે. પરંતુ એમ પણ કહ્યું કે, તેઓ આમ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી. નાસા અને બોઈંગે કહ્યું છે કે આ મહિનાના અંતમાં રિટર્ન ફ્લાઈટ થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMબામણબોર ચેકપોસ્ટ પાસે બે ટ્રકમાંથી રૂપિયા ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો
February 24, 2025 03:40 PMવિધાનસભામાં રાજકોટ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી ફટેજ લીંક થવાનો મામલો ગાજ્યો
February 24, 2025 03:39 PMબોર્ડ નિગમ ક્રમશ: બધં કરવાની દિશામાં આગળ વધતી સરકાર: ચુપચાપ અમલવારી
February 24, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech